વીરભદ્ર સિંહ છઠ્ઠીવાર મુખ્યમંત્રી તરીકે આરુઢ

વીરભદ્ર સિંહ 16 વર્ષથી વધુ સમય સુધી રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે આરુઢ રહ્યા છે. વીરભદ્ર સિંહે હજારો સમર્થકોની હાજરીમાં સવારે 10.40 વાગ્યે હિમાચલ પ્રદેશના 13માં મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા છે.
વીરભદ્રએ સૌથી પહેલા 8 એપ્રિલ, 1983ના રોજ પદભાર સંભાળ્યો હતો, એ વખતે તેમણે ઠાકુર રામલાલના સ્થાને મુખ્યમંત્રી બન્યા હતા. વીરભદ્ર સિંહ પૂર્વ શાહી રાજ્ય રામપૂર બુશહરના છે. તેઓ 28 વર્ષની ઉમરમાં રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી વીરભદ્રસિંહના નેતૃત્વમાં જ લડી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન વીરભદ્રસિંહની પર ભ્રષ્ટાચારના આરોપો પણ લગાવવામાં આવ્યા પરંતુ હિમાચલની જનતાએ તેની દરકાર કર્યા વગર સત્તા પક્ષ વિરુદ્ધ મતદાન કરી કોંગ્રેસને ફરી સત્તા પર આરૂઢ કરવાનો તખ્તો તૈયાર કરી દીધો હતો.
કોંગ્રેસના 68 સીટોમાંથી 36 સીટો જીતી હતી જ્યારે બીજેપી 25 સીટો જ મેળવી શક્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાતના ચૂંટણી પરિણામોમાં ભાજપે 182માંથી 115, કોંગ્રેસે 61, જીપીપીએ 2, એનસીપીએ 1 અને અન્યોએ 3 બેઠક મેળવી છે. આ સાથે ગુજરાતમાં ફરી એકવાર નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બનવા જઇ રહ્યા છે, તેઓ આવતીકાલે 26 ડિસેમ્બરના રોજ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે શપથ ગ્રહણ કરવાના છે.












Click it and Unblock the Notifications
