દિલ્લીઃ 225 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર મનાવાશે વર્ચ્યુઅલ દશેરા, દેખાશે ડિજિટલ આતશબાજી

રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં રામલીલા સમારંભના લગભગ 225 વર્ષ જૂના ઈતિહાસમાં પહેલી વાર આ વર્ષે દશેરાનો તહેવાર ડિજિટલી મનાવવામાં આવશે.

નવી દિલ્લીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં રામલીલા સમારંભના લગભગ 225 વર્ષ જૂના ઈતિહાસમાં પહેલી વાર આ વર્ષે દશેરાનો તહેવાર ડિજિટલી મનાવવામાં આવશે. કોરોના વાયરસ અને પ્રદૂષણને જોતા આ વખતે દશેરા માટે રામલીલા સમિતિઓએ ખાસ વ્યવસ્થા કરી છે. રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાના આકાર ઘટાડી દીધા છે. સાથે જ રાવણ દહન માટે ડિજિટલ આતશબાજીની વ્યવસ્થા કરવામાં આવી છે જેને સ્ક્રીન પર બતાવવામાં આવશે.

ravan

દિલ્લીવાળા પોતાના ઘરમાંથી આરામથી અને પોતાના ટેલીવિઝન સ્ક્રીન પર રાવણ દહનની ઈલેક્ટ્રોનિક આતશબાજી જોઈ શકે છે. લાઈવ હિંદુસ્તાનના એક રિપોર્ટ અનુસાર દિલ્લીમાં રામલીલા સમિતિઓએ આ વર્ષે કોરોના સ્થિતિ અને પ્રદૂષણ વિશે ચિંતાઓના કારણે આ મહત્વનો નિર્ણય લીધો છે. પ્રદૂષણના કારણે પૂતળામાં ફટાકડાનો ઉપયોગ કરવામાં નહિ આવે. આના બદલે ફટાકડાના અવાજ માટે ડિજિટલ આતશબાજી કરવામાં આવી છે. અમુક જગ્યાએ વર્ચ્યુઅલ રીતે પણ પૂતળા દહન થશે.

લાલ કિલ્લા પર રામલીલાનુ આયોજન કરી રહેલ દિલ્લીમાં સૌથી જૂના લવ કુશ રામલીલા સમિતિના અધ્યક્ષ અશોક અગ્રવાલે કહ્યુ કે વર્તમાન કોરોના અને પ્રદૂષણ પર ચિતાઓના કારણે પૂતળાની લંબાઈ ઘટી ગઈ છે. આ વખતે તેને ઘટાડીને 30 ફૂટ કરી દેવામાં આવી છે. મહામારી પહેલા પૂતળા 110 ફૂટ સુધી ઉંચા હતા. જો કે આ વર્ષે રામલીલા સમારંભ આયોજિત કરવાના નિર્દેશ અનુરુપ આકાર ઘટાડી દેવામાં આવ્યો હતો. અગ્રવાલે કહ્યુ કે રાવણના પૂતળાને બાળવા દરમિયાન ફટાકડાનો પણ ઉપયોગ કરવામાં નહિ આવે અને દર્શકોને ઈતિહાસમાં પહેલી વાર ડિજિટલ આતશબાજી જોવા મળશે.

સમારંભમાં શામેલ થશે સીએમ અરવિંદ કેજરીવાલ

લવ કુશ રામલીલા સમિતિના અધ્યક્ષે કહ્યુ કે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ વર્ષે પણ દશેરા સમારંભમાં મુખ્ય અતિથિ હશે. રિપોર્ટ મુજબ આ ત્રીજી વાર છે જ્યારે કેજરીવાલ લાલ કિલ્લા પર રામલીલા સમારંભમાં શામેલ થશે. તમને જણાવી દઈએ કે રામલીલા ભગવાન રામના જીવન પર આધારિત છે જેને નાટક તરીકે દર વર્ષે યાદ કરવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X