• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશાખાપટ્ટનમ ગેસ લીકેજઃ જાણો એ ગેસ વિશે જે હવામાં ભળતા જ બની જાય છે ઝેર

|
Google Oneindia Gujarati News

વિશાખાપટ્ટનમાં એક પૉલીનર બનાવતી કંપનીમાં ગેસ લીકેજ થયુ છે. ગેસના સંપર્કમાં આવવાથી 7 લોકોના મોત થઈ ગયા છે જ્યારે 20 લોકોની હાલત ગંભીર છે. લગભગ 150થી વધુ લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ગેસ લીકેજની અસર 2 કિલોમીટરના વિસ્તારમાં થઈ છે. વાયુસેના, એનડીઆરએફ અને સ્થાનિક પ્રશાસનની ટીમે બચાવ કાર્યમાં લાગેલી છે. સાથે જ આસપાસના ગામોને પણ ખાલી કરાવવામાં આવી રહ્યા છે. માહિતી મુજબ આરએસ વેંકટપુરમ ગામમાં એલજી પૉલીમર ઈન્ડસ્ટ્રી પ્લાન્ટમાં ગેસ એ વખતે લીક થયો જ્યારે લકો પોતાના ઘરમાં સૂઈ રહ્યા હતા. ઘટના લગભગ સવારે 3 વાગ્યાની છે. જ્યારે લોકો ગેસ લીકેજના કારણે શ્વાસમાં મુશ્કેલી થઈ અને લગભગ હજારથી વધુ લોકો બિમાર પડી ગયા. કિંગ જ્યોર્જ હોસ્પિટલના ડૉક્ટરોએ જણાવ્યુ કે પ્લાન્ટથી લીકેજ થનારગેસનુ નામ સ્ટીરીન છે જે ગેસના સંપર્કમાં આવનારાના દિમાગ પર અને કરોડરજ્જુ પર અસર કરે છે. વિસ્તારથી જાણીએ આ ગેસ વિશે અને શું થાય છે આની અસર.

સૌથી પહેલા જાણો શું સ્ટીરીન ગેસ

સૌથી પહેલા જાણો શું સ્ટીરીન ગેસ

સ્ટીરીન ગેસ એથેનિલબેનજીન, વિનાઈલલબેજિન અને ફેનઈલથીનના નામથી પણ ઓળખાય છે. રાસાયણિક રીતે આ એક કાર્બનિક યૌગિક છે. આ એક રંગહીન તૈલીય તરલ છે. આ કાર્બનિક યૌગિક પીળુ દેખાય છે અને હવાના સંપર્કમાં આવતા જ સરળતાથી બાષ્પિત થઈ જાય છે. આમાં એક મીઠી ગંધ હોય છે. સ્ટીરીન પૉલીસ્ટીરીન અને ઘણા કૉપૉલિમર્સનુ અગ્રદૂત છે. સ્ટીરીન ગેસનુ નામ સ્ટૉરેક્સ બાલસમના નામ પર રાખવામાં આવ્યુ છે જે અલ્ટિંગિયાસી છોડ અને ખાદ્ય પદાર્થો (તજ, કૉફી બીન્સ અને મગફળી)માં ઓછી માત્રામાં હોય છે. આ કોલસાના ટારમાં પણ મળી આવે છે.

સ્ટીરીન ગેસનો ઉપયોગ

સ્ટીરીન ગેસનો ઉપયોગ

સ્ટીરીનનો ઉપયોગ મુખ્ય રીતે પૉલીસ્ટાઈન-પ્લાસ્ટિક, પૉલિસ્ટર અને રેઝિનના ઉત્પાદનમાં કરવામાં આવે છે. આ કૉપોલિમર અને રેજિનના ઉત્પાદનમાં સામગ્રીઓના સંશ્લેષણમાં એક મિડિએટરની ભૂમિકા નિભાવે છે.

હવાના સંપર્કમાં આવીને ઝેરી બની જાય છે સ્ટીરીન ગેસ, ફેફસા પર થાય અસર

હવાના સંપર્કમાં આવીને ઝેરી બની જાય છે સ્ટીરીન ગેસ, ફેફસા પર થાય અસર

ડૉક્ટરોએ જણાવ્યુ કે બહારના વાતાવરણમાં આવ્યા બાદ સ્ટીરીન ઑક્સિજન સાથે સરળતાથી મિક્સ થઈ જાય છે. પરિણામે હવામાં કાર્બન મોનોક્સાઈડની માત્રા વધવા લાગે છે. આના સંપર્કમાં આવ્યા બાદ લોકોના ફેફસા પર ખરાબ અસર પડે છે અને તે ગભરામણ અનુભવવા લાગે છે. વધુ સમય માટે શરીરમાં ગેસ રહે તો લીવર પર પણ અસર થાય છે. સ્ટીરીન હવા સાથે મળીને ઝેરી ગેસમાં ફેરવાઈ જાય છે. તે દિમાગ અને સ્પાઈન પર અસર કરે છે. જણાવવામાં આવે છે કે સ્ટીરીન ગેસસ માનવની નર્વસ સિસ્ટમ પર પણ અસર કરે છે. સાથે જ પેન્ક્રીયાટિક કેન્સરને જન્મ આપી શકે છે. એક અન્ય અધ્યયન જણાવે છે કે સ્ટીરીનની અસર આંખો સાથે સાંભળવા પર પણ પડી શકે છે.

કેન્સર પણ થઈ શકે છે આ ગેસથી

કેન્સર પણ થઈ શકે છે આ ગેસથી

આ ગેસના પ્રભાવમાં આવતા લોકોને કેન્સર થઈ શકે છે. સાથે જ આ ગેસ માનવ કરતા જાનવરો માટે વધુ ખતરનાક છે. અમુક રિસર્ચમાં જોવા મળ્યુ છે કે પ્લાસ્ટિક ઉદ્યોગમાં કામ કરતી મહિલાઓ પર આની અસર નકારાત્મક થાય છે. આનાથી ગર્ભપાતની સંભાવના રહે છે. ઘણી મહામારી વિજ્ઞાનના અધ્યયનોથી માલુમ પડ્યુ છે કે સ્ટીરીન લ્યૂકેમિયા અને લિમ્ફોમાનુ જોખમ પણ વધી શકે છે.

શું કહેવુ છે એક્સપર્ટસનુ

શું કહેવુ છે એક્સપર્ટસનુ

એક્સપર્ટ્નુ માનવુ છે કે આ ગેસના સંપર્કમાં આવેલા લોકોએ તરત ઈલાજ કરવો ખૂબ જ જરૂરી છે કારણકે આ શરીરના ઘણા અંગોને પ્રભાવિત કરી શકે છે. આનાથી બચવા માટે લોકોને હાલમાં ભીના માસ્ક આપવામાં આવી રહ્યા છે. એક્સપર્ટ્સનુ એ પણ માનવુ છે કે તમારે અત્યારે બહાર જવાથી બચવુ જોઈએ અને ઘરના દરવાજા-બારીઓને સારી રીતે બંધ કરી દેવી જોઈએ.

આ પણ વાંચોઃ Buddha Purnima 2020: મહાત્મા બુદ્ધ - 'ગુસ્સામાં અયોગ્ય બોલવા કરતા મૌન રહેવુ વધુ સારુ'આ પણ વાંચોઃ Buddha Purnima 2020: મહાત્મા બુદ્ધ - 'ગુસ્સામાં અયોગ્ય બોલવા કરતા મૌન રહેવુ વધુ સારુ'

English summary
Visakhapatnam Gas Leak: Styrene could have triggered series of explosions, All You need to know about this Toxic gas.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X