For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિઝાગ ગેસ લીકેજઃ NGTના LG પૉલિમરને 50 કરોડ જમા કરાવવાના નિર્દેશ પર રોકથી SCની મનાઈ

સુપ્રીમ કોર્ટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના એ ચુકાદા પર તત્કાલ અસરથી રોક લગાવવાનો ઈનકાર કરી દીધો છે.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના એ ચુકાદા પર તત્કાલ અસરથી રોક લગાવવાનો ઈનકાર કરી દીધો છે જેમાં તેમણે એલજી પૉલિમરને વિશાખાપટ્ટનમમાં ગેસ લીકેજથી થયેલા નુકશાન માટે 50 કરોડ રૂપિયા જમા કરાવવાના નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે આ કેસમાં સુનાવણી કરીને એલજી પૉલિમરને કોઈ તાત્કાલિક રાહત નહિ આપીને કેસમાં હસ્તક્ષેત્રનો ઈનકાર કરી દીધો.

SC

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(એનજીટી)એ વિશાખાપટ્ટનમ કેમિકલ ફેક્ટરી ગેસ લીકેજની ઘટનામાં 11 લોકોના મોત થયા ગયા હતા અને ગેસના સંપર્કમાં આવવાથી એક હજારથી વધુ લોકો બિમાર પડી ગયા હતા. ઘટનાથી આસપાસના વિસ્તારોમાં અફડાતફડી ફેલાઈ ગઈ હતી અને લોકોને ઘણુ નુકશાન ઉઠાવવુ પડ્યુ હતુ. આ અંગે 8મેના રોજ કેન્દ્ર, એલજી પૉલિમર ઈન્ડિયા પ્રાઈવેટ, સેન્ટ્રલ પૉલ્યુશન કંટ્રોલ બૉર્ડ અને અન્યને નોટિસ જારી કરી હતી. એનજીટીએ લીકેજની ઘટનાથી થયેલ નુકશાનને જોતા એલજી પૉલિમરને 50 કરોડ રૂપિયાની આરંભિક રકમ જમા કરાવવાના નિર્દેશ આપ્યા છે.

કેસ અંગે એનજીટીએ કહ્યુ હતુ, જીવન, સાર્વજનિક આરોગ્ય અને પર્યાવરણને નુકશાનની સીમા વિશે પ્રથમ દ્રષ્ટિના તથ્યોને જોતા અમે એલજી પૉલિમર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના જિલ્લાધિકારી, વિશાખાપટ્ટનમ સમક્ષ 50 કરોડની આરંભિક રકમ જમા કરાવવાના નિર્દેશ આપીએ છીએ. જે આગળ આ ટ્રિબ્યુનલના આદેશનુ પાલન કરશે. આ રકમ કંપનીના આર્થિક મૂલ્ય અને આનાથી થયેલા નુકશાનની સીમાને જોતા નક્કી કરવામાં આવી રહી છે.

રાષ્ટ્રીય હરિત અધિકરણ (એનજીટી)એ વિશાખાપટ્ટન ગેસ લીકેજ ઘટના પર જાણવાજોગ લીધુ હતુ. એનજીટી અધ્યક્ષ ન્યાયમૂર્તિ આદર્શકુમાર ગોયલની અધ્યક્ષતાવાળી એક પીઠે આ ઘટનાની તપાસ કરવા અને આ એક રિપોર્ટ રજૂ કરવા માટે ન્યાયમૂર્તિ બી શષાસન રેડ્ડીની એક પાંચ સભ્યોની સમિતિની રચના પણ કરી છે.

ટ્રેનોથી મજૂરોને ગામ મોકલવા માટે MHAએ જારી કર્યા નવા સ્ટાન્ડર્ડ ઑપરેટીંગ પ્રોટોકૉલટ્રેનોથી મજૂરોને ગામ મોકલવા માટે MHAએ જારી કર્યા નવા સ્ટાન્ડર્ડ ઑપરેટીંગ પ્રોટોકૉલ

English summary
Vizag Gas leakSupreme Court refuses immediate inference NGT order directing LG Polymers to deposit 50 Crores
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X