‘આપ’થી નારાજ કાર્યકર્તાઓએ બનાવી ‘બાપ’

Aam-Admi-Party
નવી દિલ્હી, કેજરીવાલની આમ આદમી(આપ)માં પણ રાજકારણની અસર જોવા મળી રહી છે. પાર્ટીમાં ઉમેદવારોની પસંદગીથી નારાજ કાર્યકર્તાઓના એક જૂથે છેતરપિંડીનો આરોપ લગાવીને ભારતીય આમ આદમી પરિવાર(બાપ) પાર્ટીની રચના કરી છે.

સામાજિક આંદોલન બાદ જન્મેલી આપ પાર્ટી આગામી વિધાનસભા અને લોકસભા ચૂંટણી થકી રાજકારણમાં કૂદવાની તૈયારીમાં લાગેલી છે. જેના કારણે દિલ્હી વિધાનસભા ક્ષેત્રમાં ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે. આ પસંદગીને લઇને પાર્ટીની અંદર વિરોધનો અવાજ વધી ગયો છે.

બાપ નામથી પાર્ટી બનાવનાર વિરોધી જૂથનું કહેવું છે, તેઓ હવે રવિવારે જંતર-મંતર પર પ્રદર્શન કરશે. તેમાં એ લોકો સામેલ છે, જેમણે અલગ-અલગ વિધાનસભા બેઠકથી આપમાં ટીકિટ મેળવવા માટે અરજી કરી હતી, પરંતુ તેમને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા નથી. વિરોધીઓની આગેવાની અશોક અરોરાએ કરી છે.

હાલ આપ પાર્ટીથી અસંતુષ્ટ થઇને નવો દળ બનાવનાર આ લોકોમાં પાર્ટીની સભ્યતાથી રાજીનામું આપવાનો ઇન્કાર કર્યો છે. બીજી તરફ પાર્ટીનું કહેવું છે કે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા કોઇ એકની મરજીથી નહીં પરંતુ પાર્ટીના કાર્યકર્તાઓના સંમેલનમાં નક્કી થઇ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X