Delhi MCD Election : ઘણા કલાકો સુધી ભટકતા રહ્યા મતદારો, કેન્દ્ર ન મળતાં ન આપી શક્યા મત
Delhi MCD Election : આજે 2 ડિસેમ્બરના રોજ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ની ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન મતદારોએ ચૂંટણીના સંચાલનમાં ઘોર ગેરવહીવટ સામે રોષ વ્યક્ત કર્યો હતો.
Delhi MCD Election : આજે 2 ડિસેમ્બરના રોજ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ની ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન મતદારોએ ચૂંટણીના સંચાલનમાં ઘોર ગેરવહીવટ સામે રોષ વ્યક્ત કર્યો હતો. નારાજ અને હતાશ મતદારોએ ચૂંટણીના સંચાલનમાં ગેરવહીવટનો આક્ષેપ કર્યો છે.

શહેરમાં આવેલા પશ્ચિમ પટેલ નગરના એક મતદાન મથક પર, ઘણા મતદારોએ દાવો કર્યો હતો કે, તેઓ જ્યાં મતદાન કરવાના હતા તે બૂથની શોધમાં કલાકો સુધી ભટકી રહ્યા હતા. તેમના મતદાન મથકમાં ફેરફાર થવાને કારણે મતદાન મથક શોધવામાં મતદારો નિષ્ફળ રહ્યા હતા.
આ અંગે મતદાતા કાલુ રામે જણાવ્યું હતું કે, તે એક કલાકથી વધુ સમય સુધી તેના બાળક સાથે ચાલી રહ્યો હતો, પરંતુ તેમ છતાં મતદાન કરવા માટે બૂથ મળ્યો ન હતો. તેમને અલગ-અલગ બૂથ પર મોકલવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, મારી પત્નીએ પોતાનો મત આપ્યો, પરંતુ હું મતદાન કરી શક્યો નહીં. ક્યાં મત આપવો તે કોઈને ખબર નથી.
આવી જ પરિસ્થિતિનો સામનો કરતી અન્ય એક મહિલાએ જણાવ્યું હતું કે, તેમના પરિવારના 20 થી વધુ સભ્યો તેમના મત આપવા આવ્યા હતા, પરંતુ તેમાંથી મોટાભાગના લોકો તેમના બૂથ શોધી શક્યા ન હોવાથી તેઓ તેમના મત આપ્યા વિના જ પાછા ફર્યા હતા.
આ સાથે એક મહિલાએ જણાવ્યું હતું કે, અમે બે કલાકથી ફરતા રહીએ છીએ, અમને માત્ર એટલું કહેવા માટે અલગ-અલગ રૂમમાં મોકલવામાં આવી રહ્યા છે કે, અમે મતદાન કરી શકીએ નહીં. જો અમને મત આપવા માટે જગ્યા ન મળે તો અમે કેવી રીતે મતદાન કરીશું?
મુશ્કેલીઓના કારણે વડીલો મતદાન કરી શક્યા ન હતા
એક મતદાતા મહિલા જણાવ્યું હતું કે, અહીં કોઈ વ્યવસ્થા નથી. પહેલા ચૂંટણી કરાવવાની રીત હતી. લોકો ઓફિસ માટે મોડા પડી રહ્યા છે. વિદ્યાર્થીઓને ટ્યુશનમાં મોડું થઈ રહ્યું છે. તે આ રીતે ન કરવું જોઈએ. આવા સમયે, બે વૃદ્ધ મતદારો કહે છે કે, તેઓ પણ તેમના બૂથ શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
એક મતદાતાએ જણાવ્યું હતું કે, અમે વૃદ્ધ થઈ ગયા છીએ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલી શકતા નથી. અમારે મત આપ્યા વિના જ પરત ફરવું પડશે. મતદાન મથકોના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મતદાન યાદીઓ અપડેટ ન થવાના કારણે આવી સમસ્યાઓ ઊભી થઈ રહી છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
