Congress President Election : કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે વોટિંગ સમાપ્ત, 19 ઓકટોબરે જાહેર થશે પરિણામ

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે આજ રોજ વોટિંગ યોજાયું હતું, જે પૂર્ણ થઇ ગયું છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મતદાન સવારે 10 કલાક થી સાંજે 4 કલાક સુધી યોજવામાં આવ્યું હતું.

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે આજ રોજ વોટિંગ યોજાયું હતું, જે પૂર્ણ થઇ ગયું છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મતદાન સવારે 10 કલાક થી સાંજે 4 કલાક સુધી યોજવામાં આવ્યું હતું. આ મતદાન બાદ મીડિયામાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, મલ્લિકાર્જૂન ખડકે કોંગ્રેસના અધ્યક્ષ બનશે. જેનું કારણ એ છે કે, કોંગ્રેસના વરિષ્ટ નેતાઓએ તેમના પર થરૂર કરતા વધારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે, ચૂંટણીના સત્તાવાર પરિણામ 19 ઓકટોબરના રોજ જાહેર કરવામાં આવશે.

9500 પ્રતિનિધિઓએ આપ્યો મત

9500 પ્રતિનિધિઓએ આપ્યો મત

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે કુલ 9500 પ્રતિનિધિઓએ મતદાન કર્યું છે. કોંગ્રેસ સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના પ્રમુખ મધુસૂદન મિસ્ત્રીએ આમાહિતી આપી હતી.

મતદાન પ્રક્રિયા પૂરી થયા બાદ પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, જો તમામ રાજ્યોને જોડી દેવામાંઆવે તો કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 96 ટકા મતદાન થયું છે.મતદાન દરમિયાન ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી.

આ સાથે તેમણેજણાવ્યું છે કે, 3 મતદાન પેટીઓ મળી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ હેડ ઓફિસ દિલ્હીમાં 87 લોકોએ મતદાન કર્યું છે.

ગાંધી પરિવારે પણ કર્યું મતદાન

ગાંધી પરિવારે પણ કર્યું મતદાન

ગાંધી પરિવારે પણ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મતદાન કર્યું હતું. સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી એકસાથે દિલ્હીમાં મતદાન કરવા આવ્યાહતા.

રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન જ મતદાન કર્યું

રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન જ મતદાન કર્યું

જ્યારે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન જ મતદાન કર્યું હતું. વોટિંગ પહેલા જ્યારે પત્રકારોએ સોનિયા ગાંધીને પૂછ્યું કે, મેમ હવે ખુશ છો. જેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે હા, હું ખુશ છું. હું ઘણા સમયથી આ દિવસની રાહ જોઈ રહી હતી.

ગાંધી પરિવારમાંથી કોઈએ ન લડી ચૂંટણી

ગાંધી પરિવારમાંથી કોઈએ ન લડી ચૂંટણી

કોંગ્રેસ અધ્યક્ષ માટે ગાંધી પરિવારમાંથી કોઈ ચૂંટણી લડી રહ્યું નથી. આવી સ્થિતિમાં જો મલ્લિકાર્જુન ખડગે ચૂંટણી જીતી જાય છે, તો તેઓઆ પદ પર પહોંચનારા બીજા દલિત નેતા હશે.

આવા સમયે વોટિંગ પહેલા ખડગેએ ગાંધી પરિવારની સલાહને લઈને મોટું નિવેદન આપ્યુંહતું.

પાર્ટીના ઉત્થાન માટે ગાંધી પરિવારની સલાહ ચોક્કસ લઈશ

તેમણે કહ્યું હતું કે, ગાંધી પરિવારે દેશ માટે ઘણા સારા કામો કર્યા છે. આવી સ્થિતિમાં હું અધ્યક્ષ બનીશ, તો પાર્ટીના ઉત્થાન માટે ગાંધી પરિવારની સલાહ ચોક્કસ લઈશ.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ કર્યું મતદાન

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ કર્યું મતદાન

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે પોતાનો મત આપ્યો હતો. આ સિવાય છત્તીસગઢના મુખ્યમંત્રી બઘેલ,મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે, કોંગ્રેસના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે, પી ચિદમ્બરમ, જયરામ રમેશ, અશોકગેહલોત, કોંગ્રેસના અન્ય રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શશિ થરૂર અને અન્ય નેતાઓએ મતદાન કર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X