હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ, જાણો કોણે શું કરી અપીલ
Haryana assembly election 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે આજે સવારે સાત કલાકથી મતદાન શરુ થશે. જેમાં એક જ તબક્કામાં 90 વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે.
હરિયાણાની ચૂંટણીમાં કૈથલ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર આદિત્ય સુરજેવાલાએ પોતાનો મત આપ્યા બાદ લોકશાહીના આ તહેવારમાં કોંગ્રેસને મત આપવા માટે લોકોને અપીલ કરી છે.
મતદાન કર્યા બાદ હરિયાણાના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી અને ઉચાના કલાન સીટથી જેજેપીના ઉમેદવાર દુષ્યંત ચૌટાલાએ હરિયાણાના લોકોને લોકશાહીના સૌથી મોટા તહેવારમાં મતદાન કરીને રાજ્યનું ભવિષ્ય નક્કી કરવા અપીલ કરી હતી.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા તેમની પત્ની અને માતા સાથે સિરસાના મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ વખતે અમે આઝાદ સમાજ પાર્ટી સાથે ગઠબંધનમાં છીએ અને અમને મોટી સંખ્યા બેઠકો મળે તેવી શક્યતા છે.

મુખ્યમંત્રી નયબ સિંહ સૈનીએ મતદાન કર્યા બાદ જણાવ્યું હતું કે, અમે સતત ત્રીજી વખત મોટી જીત સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ.
કોંગ્રેસ જુઠ્ઠાણાની રાજનીતિ કરે છે, આ લોકોએ લોકસભાની ચૂંટણી વખતે પણ અનામત અંગે ખોટું બોલ્યા હતા કે, અનામતનો અંત આવશે.
જવાહર લાલ નેહરુથી લઈને ઈન્દિરા ગાંધી અને રાહુલ ગાંધી સુધી બધાએ અનામત નાબૂદ કરવાની વાત કરી છે.
જુલાના વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગાટ પણ પોતાનો મત આપવા માટે ચરખી દાદરીના મતદાન મથકે પહોંચ્યા હતા.
મતદાન કર્યા બાદ વિનેશ ફોગાટે કહ્યું કે, આ હરિયાણા માટે એક મોટો તહેવાર છે, રાજ્યના લોકો માટે એક મોટો દિવસ છે, હું દરેકને મતદાન કરવાની અપીલ કરું છું
મતદાન કર્યા બાદ મનોહર લાલ ખટ્ટરે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી 50 થી વધુ સીટો જીતશે. અમે 2014 કરતા પણ વધુ સારું પ્રદર્શન કરીશું, હરિયાણાની જનતાને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં વિશ્વાસ છે.












Click it and Unblock the Notifications
