For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live: કર્ણાટકની 3 લોકસભા અને 2 વિધાનસભા સીટ પર મતદાન શરૂ

કર્ણાટકની 3 લોકસભા અને 2 વિધાનસભા સીટ પર મતદાન શરૂ

|
Google Oneindia Gujarati News

બેંગ્લોરઃ કર્ણાટકની 3 લોકસભા અને 2 વિધાનસભા સીટ પર શનિવારે વોટિંગ શરૂ થઈ ગયું છે. આ ઉપ ચૂંટણીમાં બેલ્લારી, શિમોગા અને મંડ્યાની લોકસભા સીટ પર વોટિંગ થઈ રહ્યું છે જ્યારે રામનગર અને જામખંડી વિધાનસભા સીટ પર પણ મતદાન શરૂ થઈ ચૂક્યું છે. વોટિંગ માટે 6450 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે અને કુલ 54,54,257 મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તમામ 5 સીટ પર મુકાબલામાં કુલ 31 ઉમેદવાર છે પરંતુ મુખ્ય મુકાબલો કોં્રેસ-જેડીએસ ગઠબંધન અને ભાજપની વચ્ચે માનવામાં આવી રહ્યો છે. શિમોગા સીટથી પૂર્વ સીએમ અને ભાજપના નેતા બી.એસ.યેદુરપપાનો દીકરો બીએસ રાઘવેન્દ્ર ચૂંટણી લડી રહ્યો છે.

karnataka

કર્ણાટક ઉપ ચૂંટણીની પળપળની અપડોટ માટે જોતા રહો વનઈન્ડિયા ગુજરાતી

Newest First Oldest First
10:30 AM, 3 Nov

સવારે નવ વાગ્યા સુધી સંસદીય ચૂંટણી ક્ષેત્ર બેલ્લારીમાં 4.40 ટકા, શિમોગામાં 8.61 ટકા અને મંડ્યામાં 4.18 ટકા મદાન થયું જ્યારે વિધાનસભા મત વિસ્તાર જમખંડીમાં 9 ટકા અને રામનગરમાં 8 ટકા મતદાન થયું છે.
10:29 AM, 3 Nov

રામનગરમાં પોલિંગ બૂથ પર સાપ આવી જાં મતદાન થોડીવાર માટે રોકી દેવામાં આવ્યું
10:28 AM, 3 Nov

જમખંડીમાં સવાર સવારમાં મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળ્યો.
9:37 AM, 3 Nov

કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધને એકજુટ થઈ આ ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ ઉતરવાનો ફેસલો કર્યો છે.
9:36 AM, 3 Nov

ભાજપના ઉમેદવાર શ્રીકાંત કુલકર્ણીએ જમખંડીથી મતદાન કર્યું, કર્ણાટકની 3 લોકસભા અને 2 વિધાનસભા સીટ પર મતદાન થઈ રહ્યું છે.
9:35 AM, 3 Nov

શિમોગાના શિકારીપુરા વોર્ડ નંબર 132ના પોલિંગ બૂથ પર બીએસ યેદુરપ્પાએ મતદાન કર્યું
9:34 AM, 3 Nov

શિમોગામાં બીએસ રાઘવેન્દ્રનો મુકાબલો જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનના ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી એસ બંગારપ્પાના દીકરા મધુ બંગારપ્પા સાથે છે.
9:34 AM, 3 Nov

101 ટકા મારો દીકરો શિમોગા સીટથી જીતશે. અમે બેલ્લારી અને જમખંડીમાં ચૂંટણી જીતવા જઈ રહ્યા છીએ. અમે તમામ મતદાન ક્ષેત્રોમાં પૂર્ણ બહુમત મેળવશું- બીએસ યેદુરપ્પા
9:33 AM, 3 Nov

ભાજપના નેતા બીએસ યેદુરપ્પા પોતાના દીકરા રાઘવેન્દ્ર સાથે શિમોગાના હુચાર્યા સ્વામી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા, શિમોગા સીટથી બીએસ રાઘવેન્દ્ર ચૂંટણી લડી રહ્યા છે.
9:32 AM, 3 Nov

કર્ણાટકની 3 લોકસભા અને 2 વિધાનસભા સીટ પર વોટિંગ શરૂ

English summary
Karnataka by polls: voting for three parliamentary constituencies and two legislative assembly constituencies live updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X