ધર્મનિરપેક્ષતા મુદ્દે તમિલનાડુના રાજ્યપાલના વિવાદીત નિવેદન પર વૃંદા કરાતે આકરી ટિપ્પણી કરી, જાણો શું કહ્યું?
કેન્દ્રમાં બીજેપીની સરકાર આવ્યા બાદ રાજનીતિ અને ધર્મ એક જ મંચ પર આવી ગયા છે. આ જ કારણ છે કે બીજેપીના નેતાઓ સહિત વિવિધ રાજ્યોના રાજ્યપાલ પણ બંધારણ વિરૂદ્ધ નિવેદનો આપી રહ્યાં છે.
હાલમાં જ તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિએ બંધારણ વિરૂદ્ધ શરમજનક નિવેદન આપ્યુ છે. હવે તેમના નિવેદન પર વિવાદ થઈ રહ્યો છે.

તમિલનાડુના ગવર્નર આરએન રવિએ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે, બિનસાંપ્રદાયિકતા એ યુરોપિયન કન્સેપ્ટ છે અને ભારતમાં તેનું કોઈ સ્થાન નથી. આ ટિપ્પણી બાદ તેમની આકરી ટીકા થઈ રહી છે.
આ નિવેદન પર CPI(M) નેતા વૃંદા કરાતે આકરી પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે, આ અત્યંત શરમજનક છે કે આવા વિચારો ધરાવતી વ્યક્તિને રાજ્યપાલના પદ પર નિયુક્ત કરાઈ છે.
વૃંદા કરાતે રાજ્યપાલની ટિપ્પણીને RSS ની વિચારધારા સાથે જોડી અને કહ્યું કે તે શરમજનક છે કે આવી વ્યક્તિ તમિલનાડુ જેવા મહત્વપૂર્ણ રાજ્યના રાજ્યપાલ તરીકે પદ પર છે.
તેમણે કહ્યું કે, રાજ્યપાલે ભલે બંધારણના નામે શપથ લીધા હોય પરંતુ તેમની ટિપ્પણીઓ દર્શાવે છે કે તેઓ બંધારણ અને તેની મૂળભૂત વિશેષતાઓથી વાકેફ નથી.
ધર્મનિરપેક્ષતા આપણા બંધારણનું અભિન્ન અંગ છે, જે રાજકારણ અને ધર્મને અલગ જાળવી રાખવાની વાત કરે છે. તેમણે ચેતવણી આપી કે રાજ્યપાલ ટૂંક સમયમાં બંધારણને પણ વિદેશી ખ્યાલ કહી શકે છે.
જણાવી ગઈએ કે, રાજ્યપાલ આરએન રવિએ કન્યાકુમારીના તિરુવત્તરમાં હિન્દુ ધર્મ વિદ્યાપીઠ ખાતે દીક્ષાંત સમારોહમાં કહ્યું હતું કે બિનસાંપ્રદાયિકતા એ યુરોપિયન ખ્યાલ છે અને ભારતમાં તેને ખોટી રીતે લાગુ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે દેશના લોકોને ધર્મનિરપેક્ષતાનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે, જેનાથી દેશને નુકસાન થયું છે.












Click it and Unblock the Notifications
