નોર્થ ઇસ્ટ બનશે ન્યૂ ઇન્ડિયાનું નવું એન્જિન: PM મોદી

Written By:
Subscribe to Oneindia News

કેન્દ્રની મોદી સરકારને શુક્રવારે ત્રણ વર્ષ પૂર્ણ થયાં, એ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામની મુલાકાતે હતા. શુક્રવારે તેમણે આસામ ખાતે દેશના સૌથી લાંબા પુલનું ઉદઘાટન કર્યું હતું. ત્યાર બાદ સાંજે ગુવાહાટી ખાતે નરેન્દ્ર મોદીએ રેલી સંબોધિત કરી હતી. તેમણે આ રેલીમાં મોદી સરકારની ત્રણ વર્ષની ઉપલબ્ધિઓ અંગે તો જાણકારી આપી, દેશની જનતાનો આભાર માન્યો અને સાથે કોંગ્રેસ પર પણ વાણી પ્રહારો કર્યા.

અહીં વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ કૃષિ-સમુદ્રી સંસાધન યોજના સંપદા બહાર પાડી હતી, દેશના ઉત્તર પૂર્વ રાજ્યોમાં ફૂડ પ્રોસેસિંગને પ્રોત્સાહન આપવા તથા રોજગારના નિર્માણ માટે આ યોજના બહાર પાડવામાં આવી છે. આ અંગે બોલતાં પીએમ મોદીએ કહ્યું કે, વર્ષ 2022 સુધીમાં અમે ખેડૂતોની આવક બમણી કરવા માંગીએ છીએ. સંપદા યોજના થકી અમે કૃષિ ઉત્પાદનોની ગુણવત્તમાં વધારો કરીશું. નોર્થ ઇસ્ટ એ ન્યૂ ઇન્ડિયાનું નવું એન્જિન બનશે. અહીં NE(નોર્થ ઇસ્ટ)નો અર્થ છે ન્યૂ ઇકોનોમી, ન્યૂ એનર્જી અને ન્યૂ એમપાવરમેન્ટ.

મોદી સરકારને ત્રણ વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે, હું દેશની જનતાનો આભાર માનું છે કે, તેમણે અમારા પર વિશ્વાસ કરી અમને સેવા કરવાની તક આપી અને મને પ્રધાન સેવક બનવાની તક આપી.

English summary
Prime Minister Modi on Friday addressed Bharatiya Janata Party's pan-India festival in Guwahati in Assam.
Please Wait while comments are loading...