Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Waqf amendment bill 2025 : સુપ્રીમ કોર્ટ વકફ સુધારા બિલને રદ કરી શકે છે? જાણો શું કહે છે દેશનું બંધારણ?

Waqf amendment bill 2025 : હાલ ભારતના વકફ સુધારા બિલ 2025 ને લઈને હંગામાનો માહોલ છે. કેન્દ્ર સરકારે આ બિલ રાજ્યસભા અને લોકસભામાં પાસ કરાવી લીધુ છે અને હવે રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ કાયદો બની જશે.

જો કે બિલને લઈને દેશભરના સંગઠનો અને વિરોધ પક્ષોએ કડક વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના નેતા મોહમ્મદ જાવેદે સુપ્રીમ કોર્ટમાં પણ રિટ પિટિશન દાખલ કરી છે.

Waqf Amendment Bill 2025

વકફ ભારતીય મુસ્લિમ સમુદાય માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે. વકફ એટલે કે દાનમાં આપવામાં આવેલી એવી મિલકતો કે જે ધર્મિક, સામાજિક અથવા શૈક્ષણિક હેતુઓ માટે ઉપયોગમાં લેવાતી હોય છે. દેશમાં હજારો વકફ મિલકતો છે અને તેનું સંચાલન વકફ બોર્ડ દ્વારા થાય છે.

સરકારનો દાવો છે કે વકફ સુધારા બિલ દ્વારા સરકારનો ઉદ્દેશ આ મિલકતોના સંચાલનમાં પારદર્શિતા લાવવાનો છે. જો કે સરકારના ઈરાદાઓ પર વિપક્ષ સતત સવાલ ઉઠાવી રહ્યું છે. વિરોધ પક્ષો અને મુસ્લિમ સંગઠનો આ બિલનો જોરદાર વિરોધ કરી રહ્યાં છે.

આ બિલ સામે વિરુદ્ધમાં મુસ્લિમ સંગઠનો અને રાજકીય પક્ષો ખૂબ જ આક્રોશિત છે. તેનો દાવો છે કે આ બિલ દ્વારા વકફ બોર્ડની સ્વતંત્રતા પર ખતરો ઊભો થશે અને સરકાર સીધી દખલ કરશે. વિરોધ પક્ષોનું કહેવું છે કે બિલ દ્વારા મુસ્લિમ સમુદાયની મિલકતો પર નિયંત્રણ લાદશે, જે ભારતના ધર્મનિરપેક્ષ બંધારણ વિરુદ્ધ છે.

કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદ દ્વારા સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન દાખલ કરાઈ છે અને તેમનો દાવો છે કે વકફ સુધારા બિલ ભારતીય બંધારણના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે અને સમુદાયને અસમાન વર્તન આપે છે.

જણાવી દઈએ કે, ભારતની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ પાસે કોઈપણ કાયદાને ગેરબંધારણીય જાહેર કરવાની સત્તા છે. જો કોઈ કાયદો બંધારણ હેઠળ આપવામાં આવેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે તો કોર્ટ તેને રદ કરી શકે છે.

આમ કરવા માટે એક ચોક્કસ કાનૂની પ્રક્રિયા છે.

  • કોઈ વ્યક્તિ કે સંસ્થા દ્વારા કાયદાના વિરુદ્ધમાં રિટ પિટિશન દાખલ કરવી પડે છે.
  • સુપ્રીમ કોર્ટ તેના આધારે સુનાવણી હાથ ધરે છે.
  • સુનાવણી દરમિયાન કોર્ટ તપાસે છે કે કાયદો બંધારણના મર્યાદા અંદર છે કે નહીં.
  • જો કોર્ટ આ નિષ્કર્ષે પહોંચે છે કે કાયદો ગેરબંધારણીય છે, તો તે કાયદાને નાબૂદ કરી શકે છે.

સુપ્રીમ કોર્ટ કોઈ પણ કાયદાને પોતાની મનમાનીથી રદ કરતી નથી. તે માત્ર બંધારણ વિરુદ્ધ જણાતી પ્રવૃત્તિઓ પર કાનૂની પ્રક્રિયા દ્વારા નિર્ણય લે છે.

હાલ વકફ સુધારા બિલ રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવ્યું છે. જો રાષ્ટ્રપતિ આ બિલને મંજુરી આપી દે છે તો તે કાયદાના રૂપમાં અમલમાં આવશે. બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં દાખલ પિટિશન પર સુનાવણી થવાશે. જો કોર્ટ માને કે આ કાયદો બંધારણ વિરુદ્ધ છે તો તે રદ થઈ શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X