Rahul Gandhi Disqualified: શું રાહુલ ગાંધીને લાલુ યાદવે આપ્યો હતો શ્રાપ?, ગિરીરાજ સિંહે સંભળાવ્યો કિસ્સો

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને લાલુ પ્રસાદ યાદવનો શ્રાપ છે. જ્યારે ઘાસચારા કૌભાંડમાં આદેશ આવ્યો અને લાલુ પ્રસાદનું સભ્યપદ જવાનું હતું, ત્યારે રાહુલ ગાંધી તેમને મળ્યા ન હતા. ત્યારે રાહુલ ગાંધીએ આવા કેસમાં અપીલની જોગવાઈ સાથે સંબંધિત વટહુકમ ફાડી નાખ્યો હતો. લાલુ યાદવે તે સમયે રાહુલ ગાંધીને શ્રાપ આપ્યો હતો.

Giriraj SIngh

કેરળની વાયનાડ સંસદીય બેઠકનું પ્રતિનિધિત્વ કરતા રાહુલ ગાંધીને શુક્રવારે સુરતની અદાલત દ્વારા માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. લોકસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે તેમનો અયોગ્યતાનો આદેશ 23 માર્ચથી લાગુ થશે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે તેમને બંધારણની કલમ 102 (1) અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8 હેઠળ ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીને 'મોદી સરનેમ'ને લઈને ગુનાહિત માનહાનિના કેસમાં ગુરુવારે દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જો કે, કોર્ટે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષને તાત્કાલિક જામીન આપી દીધા હતા અને તેમની સજાના અમલ પર 30 દિવસ માટે રોક લગાવી દીધી હતી, જેથી તેઓ ચુકાદા સામે અપીલ કરી શકે.

રાહુલ ગાંધીની સંસદ સભ્યપદ રદ્દ થયા બાદ દેશનું રાજકારણ ગરમાયું છે. આને લઈને રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે. વિપક્ષ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવી રહ્યો છે તો સરકાર જવાબી કાર્યવાહી કરી રહી છે. આ નિર્ણયનો સમગ્ર દેશમાં કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. લોકસભા સચિવાલયના આ નિર્ણય બાદ કોંગ્રેસે શુક્રવારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આમાં સોનિયા ગાંધી પણ હાજર હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X