વાયુસેનાના કાફલા પર હુમલો સ્ટંટ હતો? પંજાબના પુર્વ મુખ્યમંત્રીનો ચૌકાવનારો દાવો
જમ્મુ કાશ્મીરના પુછમાં ભારતીય વાયુસેનાના કાફલા પર હુમલાને લઈને રાજનીતિ શરૂ થઈ છે. પંજાબના મુખ્યમંત્રી ચરનજીત સિંહ ચન્નીએ આ હુમલાને સ્ટંટ ગણાવ્યો છે.
પંજાબના પૂર્વ સીએમ અને કોંગ્રેસના નેતા ચરણજીત સિંહ ચન્નીએ જમ્મુ-કાશ્મીરના પૂંચમાં ભારતીય વાયુસેનાના કાફલા પર થયેલા હુમલાને લઈને મોટો દાવો કર્યો છે.

ભાજપ પર નિશાન સાધતા તેમણે તેને લોકસભા ચૂંટણી સાથે જોડવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કેં ભાજપને જીતાડવા માટે ચૂંટણી દરમિયાન આવા સ્ટંટ કરવામાં આવે છે.
પંજાબના પૂર્વ સીએમ ચરણજીત સિંહ ચન્નીએ જમ્મુ-કાશ્મીરના પૂંચમાં થયેલા હુમલા પર આ ટિપ્પણી કરી તી. ભારતીય વાયુસેનાના વાહન પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા અંગે તેમણે કહ્યું કે, આ સ્ટંટીંગ છે. જ્યારે ચૂંટણી આવે ત્યારે ભાજપને જીતાડવા માટે આવા આયોજનબદ્ધ સ્ટંટ કરવામાં આવે છે. હુમલા ભૂતકાળની વાત છે.હવે તેમાં કોઈ સત્ય નથી.
જણાવી દઈએ કે, આ હુમલામાં એરફોર્સના બહાદુર કોર્પોરલ શહીદ થયા છે. એક નિવેદનમાં વાયુસેનાએ કહ્યું કે CAS એર ચીફ માર્શલ વીઆર ચૌધરી અને ભારતીય વાયુસેનાના તમામ કર્મચારીઓ બહાદુર કોર્પોરલ વિકી પહાડેને સલામ કરે છે, જેમણે રાષ્ટ્રની સેવામાં પૂંચ સેક્ટરમાં સર્વોચ્ચ બલિદાન આપ્યું.
આતંકવાદીઓ સાથે ગોળીબારમાં હવાઈ યોદ્ધાઓએ વળતો ગોળીબાર કર્યો અને વળતો મુકાબલો કર્યો. આ ઘટનામાં પાંચ IAF કર્મચારીઓને ગોળી વાગી અને તેમને તાત્કાલિક તબીબી સારવાર માટે નજીકના લશ્કરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, તંકવાદી હુમલામાંના એક અપડેટમાં જણાવાયું હતું ઘાયલ સૈનિકોમાંથી એકનું પાછળથી મૃત્યુ થયુ.
જણાવી દઈએ કે, ઓચિંતો હુમલો કરનારા આતંકવાદીઓએ શનિવારે જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં શાહસિતાર પાસે ભારતીય વાયુસેનાના વાહન કાફલા પર હુમલો કર્યો હતો. જે બાદ સ્થાનિક સૈન્ય એકમો દ્વારા વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
