For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે શિયા વક્ફ બોર્ડના ચેરમેને 51000 રૂપિયા આપ્યા

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે શિયા વક્ફ બોર્ડના ચેરમેને 51000 રૂપિયા આપ્યા

|
Google Oneindia Gujarati News

લખનઉઃ ઉત્તર પ્રદેશ શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિજવીએ ગુરુવારે અયોધ્યામાં બનનાર રામ મંદિર માટે 51000 રૂપિયા આપવાની ઘોષણા કરી છે. રિઝવીએ કહ્યું કે રામ મંદિરને વક્ફ બોર્ડનું સમર્થન છે. અમે અયોધ્યામાં રામ મંદિર બનાવવાના સુપ્રીમ કોર્ટના ફેસલાનું સ્વાગત કરીએ છીએ, પાછલા કેટલાય દશકાથી આ મામલો કોર્ટમાં પેન્ડિંગ હતો, આ વિવાદ પર કોર્ટે જે ફેસલો આપ્યો છે તે બહુ સારો છે, આનાથી સારો ફેસલો સંભવ નહોતો.

Wasim rizvi

જણાવી દઈએ કે પાછલા અઠવાડિયે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની સંવૈધાનિક પીઠે એક મતથી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના પક્ષમાં પોતાનો ફેસલો સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટની બેંચે વિવાદિત સ્થળને રામ મંદિર માટે આપી દેવા કહ્યું હતું. આના માટે એક ટ્રસ્ટ બનાવવાનો નિર્દેશ આપ્યો છે, જેની સાથે જ કોર્ટે સુન્ની વક્ફ બોર્ડને અયોધ્યામાં પાંચ એકર જમીન મસ્જિદ બનાવવા માટે આપવા પણ કહ્યું છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે આ જમીન અયોધ્યાના કોઈ મહત્વના વિસ્તારમાં હોવી જોઈએ.

રિજવીએ કહ્યું કે રામ જન્મસ્થાન પર હવે મંદિર બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ભગવાન રામ આપણા પૂર્વજ છે, મુસલમાનોના પણ છે, જેથી 51000 રૂપિયાનું દાન આપવાનો ફેસલો લીધો છે. આ દાન રામ જન્મભૂમિ ન્યાસને મંદિર નિર્માણ માટે આપવામાં આવશે. એટલું જ નહિ જ્યારે પણ રામ મંદિર બનવું શરૂ થશે શિયા વક્ફ બોર્ડ આના નિર્માણમાં મદદ કરશે. તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ભારત અને દુનિયાભરમાં રહેતા રામભક્તો માટે ગર્વનો વિષય છે.

Ram Mandir In Ayodhy: કેવી રીતે બનશે અયોધ્યામાં રામલલાનું ભવ્ય મંદિર?Ram Mandir In Ayodhy: કેવી રીતે બનશે અયોધ્યામાં રામલલાનું ભવ્ય મંદિર?

English summary
wasim rizvi donated 51000 rupee for construction of ram mandir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X