શિયા સેન્ટ્રલ બોર્ડના અધ્યક્ષને દાઉદ તરફથી મળી ધમકી

Written By:
Subscribe to Oneindia News

શિયા સેન્ટ્રલ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીએ કહ્યું કે, તેમને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ તરફથી ધમકી મળી છે અને તેમણે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. વસીમ રિઝવીએ જણાવ્યું હતું કે, તેમને શનિવારે મોડી રાત્રે કોઇ અજાણ્યા વ્યક્તિએ ફોન કરી દમકી આવી હતી કે મૌલાનાઓ તાત્કાલિક માફી માંગે, નહીં તો તેમને માટે સારું નહીં થાય, કારણ કે તેમણે મદરસાઓની શિક્ષણ વ્યવસ્થા પર સવાલ કરી સારુ નથી કર્યું. તેમણે જણાવ્યું કે, ફોન કરનાર વ્યક્તિએ પોતાની ઓળખાણ ડી કંપનીના સભ્ય તરીકે આપી હતી. એ વ્યક્તિએ એમ પણ કહ્યું હતું કે, તેણે દાઉદના કહેવાથી ફોન કર્યો છે. ધમકી આપનારે આગળ કહ્યું હતું કે, જો તેમણે માફી નહીં માંગી તો તેઓ પોતાના અને પોતાના પરિવારના ખાત્મા માટે તૈયાર રહે.

dawood

ઉલ્લેખનીય છે કે, વસીમ રિઝવીએ મદરસા શિક્ષણની આલોચના કરી હતી અને તેમણે આ અંગે પીએમ મોદીને પત્ર પણ લખ્યો હતો. તેમણે લખ્યું હતું કે, મદરસોમાં ભણતા લાખો બાળકોના મગજ પર ખૂબ ખરાબ અસર પડી રહીછે અને લોકો તેમને શંકાની નજરે જુએ છે. મદરસોને સીબીએસઇ કે આઈસીએસઇ શાળાઓ સાથે જોડવામાં આવે, કારણ કે તેઓ તબીબ કે એન્જિનિયર નથી બની શકતા. આ નિવેદન પછી તેઓ મુસ્લિમ કટ્ટર વર્ગના નિશાને આવી ગયા છે. આ પહેલાં જમાત-એ-ઉલેમા-એ-હિંદે પણ વસીમ રિઝવીને માફી માંગવા જણાવ્યું હતું અને તેમની પર 20 કરોડનો માનહાનિનો દાવો પણ કર્યો છે.

English summary
Chairman of Shia Central Waqf Board chairman, Wasim Rizvi threatened ON Phone by a Person Claiming to be Aassociate with Dawood Ibrahim.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.