..અને 'આપ' નેતાએ લાઇવ શૉમાં ચોડી દીધો તમાચો, વીડિયો

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 21 ફેબ્રુઆરી: આમ આદમી પાર્ટીની અંદર નેતાઓમાં ઘમાસાણ ચાલુ છે. આપની સભ્ય ટીના શર્માએ પાર્ટીના સમર્થક એઝાજ ખાનને એક ટીવી ન્યૂઝ ચેનલ દરમિયાન લાઇવ ડિબેટમાં જોરદાર થપ્પડ ફટકારી દીધી. મહિલા નેતા સાથે પહેલા તો ભારે શાબ્દિક યુદ્ધ થયું. શૉની એન્કરે પણ વચ્ચે બચાવ કર્યો, પરંતુ મહિલા નેતા ટીના શર્માએ લાઇવ શૉ દરમિયાન પોતાની પરનો કાબૂ ગૂમાવી આપ સમર્થક એઝાજ ખાનને તમાચો ચોડી દીધો.

ખાનગી ચેનલ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન ટીના શર્મા અને આમ આદમી પાર્ટીના સમર્થક એઝાજ ખાનની વચ્ચે ખૂબ જ જિબાજોડી થઇ. બંનેની વચ્ચે તૂ-તૂ મે-મે વધતી ગઇ. બંનેની વચ્ચે ચર્ચા એટલે હદ સુધી વધી ગઇ કે આપ નેતા ટીના શર્માએ એઝાજ ખાનને તમાચો ઝીંકી દીધો. અને તમાચાની આ ઘટના કેમેરેમાં કેદ થઇ ગઇ.

aap
અત્રે નોંધનીય છે કે ટીના શર્મા ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં સામેલ થઇ હતી, પરંતુ કેટલાંક સમય બાદ તેઓ વિનોદ કુમાર બિન્નીની સાથે પાર્ટીની વિરુદ્ધ ઊભી રહી ગઇ હતી. તેમણે અરવિંદ કેજરીવાલ પર ટિકિટ ફાળવણીને લઇને આરોપ લગાવ્યો. ટીના શર્માએ એ દાવો કર્યો હતો કે પાર્ટી પહેલા જ દિલ્હીની પાંચ લોકસભા બેઠકો માટે ઉમેદવાર નક્કી કરી ચૂકી છે.

આ શૉમાં હિન્દુ-મુસ્લિમની વાતો થઇ રહી હતી. એઝાજ ટીનાને વારંવાર કહી રહ્યા હતા કે આપ દરેક ચેનલ પર મહિલા હોવાનું ગાણું ગાવ છો. તેમણે ટીનાને મેન્ટલી ઇલ પણ કહ્યા. મહિલા નેતા સાથે આડોડાઇથી વાત કરી, ત્યારબાદ ટીનાએ પોતાના પરનો કાબુ ગુમાવી દીધો અને લાઇવ શૉમાં એઝાજને તમાચો ચોડી દીધો, જુઓ આખી ઘટના વીડિયોમાં..

<iframe width="600" height="338" src="//www.youtube.com/embed/5PUnhi0Nih8" frameborder="0" allowfullscreen></iframe>

English summary
Aam Aadmi Party has been making headlines for all good and bad reasons. Now, a video has been surfaced in which AAP spokesperson Ezaz Khan has been slapped by the party's former leader Tina Sharma during a TV debate show.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.