
Video: સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદીની આંખમાં આવ્યા આંસુ
પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ હવે આપણી વચ્ચે નથી રહ્યા. 67 વર્ષીય સુષ્માએ મંગળવારે દિલ્લીની એમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. સુષ્મા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પહેલા કાર્યકાળના એ સેનાપતિ હતા જેમણે વિદેશ મંત્રી તરીકે દરેક મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ પર પૂરજોશ રીતે ઉઠાવ્યો. બુધવારે પીએમ મોદી પોતાના આ કદાવર પૂર્વ મંત્રીને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા. સામાન્ય રીતે કડક મિજાજ ધરાવતા પીએમ મોદી અહીં પોતાના આંસુ ન રોકી શક્યા. સુષ્માના પતિ સ્વરાજ કૌશલને સાંત્વના આપતા તેમની આંખો પણ ભીંજાઈ ગઈ.
|
પીએમ મોદીના ભરોસાપાત્ર મંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે વર્ષ 2014માં જીતીને દિલ્લી પહોંચ્યા ત્યારે તેમણે વિદેશ મંત્રી તરીકે સુષ્મા સ્વરાજ પર ભરોસો વ્યક્ત કર્યો. ત્રણ દશકથી વધુના રાજકારણનો અનુભવ રાખનાર સુષ્માએ પણ પીએમ મોદીને નિરાશ ન કર્યા. પીએમ મોદીનો સુષ્મા પર વિશ્વાસ એટલી હદે હતો કે વર્ષ 2015થી તેમણે યુનાઈટેડ નેશન્સની જનરલ અસેમ્બલીમાં ભારત તરફથી સુષ્માને જ પ્રતિનિધિત્વ કરવા માટે મોકલ્યા. સુષ્માએ આ મંચથી દરેક મુદ્દાને દુનિયા સામે રાખ્યો. ઉરી આતંકી હુમલા બાદ પણ આ મંચથી સુષ્માએ પાકિસ્તાનને કડક જવાબ આપ્યો.

એક ટ્વીટ પર મદદ કરવા માટે તૈયાર
મોદી જ્યાં સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનાર પીએમ બન્યા તો સુષ્મા તેમના કેબિનેટના એ મંત્રી બન્યા જે ટ્વિટર પર એક અપીલ બાદ લોકોની મદદ કરવા દોડી જતા. મદદમા સુષ્માએ ક્યારેય એ વાત પર ધ્યાન આપ્યુ કે કોઈ સાઉદી અરબમાં બેઠુ મદદ માંગી રહ્યુ છે પછી પડોશી દેશ પાકિસ્તાનથી. એક આવો જ કેસ હતો જ્યારે એક પાકિસ્તાનના બાળકની મદદ માટે તેમણે પાકિસ્તાનના વિદેશ બાબતોના સલાહકાર સરતાઝ અઝીઝની પણ ઝાટકણી કાઢી નાખી હતી.
આ પણ વાંચોઃ જ્યારે સુષ્માએ કહ્યુ હતુ, ‘મંગળ ગ્રહ પર પણ ફસાયા હશો તો ભારતીય વિદેશ મંત્રાલય મદદ કરશે'

પીએમ મોદીએ જણાવી વ્યક્તિગત ક્ષતિ
પીએમ મોદીએ મંગળવારે સુષ્માના નિધનને એક વ્યક્તિગત ક્ષતિ ગણાવી. પીએમ મોદીએ ટ્ટવિટર પર લખ્યુ, ‘ સુષ્માજીનુ જવુ એક વ્યક્તિગત ક્ષતિ છે. તેમણે દેશ માટે જે કંઈ પણ કર્યુ, તેના માટે તેમને હંમેશા યાદ રાખવામાં આવશે.' આ વર્ષે લોકસભા ચૂંટણી પહેલા સુષ્માએ વિદેશમાં થયેલી એક સભામાં સક્રિય રાજકારણથી સન્યાસ લેવાનુ એલાન કરી દીધુ હતુ. સુષ્માએ સ્વાસ્થ્ય હવાલો આપીને ચૂંટણી ન લડવાનું એલાન કર્યુ હતુ.