For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયો: 1 રૂપિયો માંગવા બદલે એમપી કુસુમે ભિખારી બાળકને મારી લાત

|
Google Oneindia Gujarati News

સુશાસનનો દાવો કરતા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણના એક મંત્રીએ એવું કંઇક તેવું કર્યું છે કે જે વિષે જાણીને તમે અચંભિત થઇ જશો. રાજ્યના પશુપાલન મંત્રી કુસુમ મેહદેલે એક માસૂમ બાળકના માથા પર મારી છે લાત અને તેને હટી જવાનું કહ્યું છે.

બાળકનો વાંક ખાલી એટલો હતો કે તેણે મંત્રીજી સામે ભીખ માંગી. એક રૂપિયાની ભીખ માંગવા માટે મહિલા મંત્રીએ તેની જોડે આવું અયોગ્ય વ્યવહાર કર્યો. આ ધટના પન્ના જિલ્લા મુખ્યાલયની છે. બસ સ્ટેન્ડ પાસે થયેલા આ ધટના ત્યારે બની જ્યારે મંત્રીજી અહીંના સ્વચ્છતા અભિયાનમાં સફાઇ કરવામાં માટે પહોંચ્યા હતા.

video

કાર્યક્મ સમાપ્ત થયા પછી જ્યારે તે પોતાની કારમાં બેસવા જઇ રહ્યા હતા. ત્યારે એક અંદાજે 10 વર્ષના ઉંમરનો એક બાળક તેમના પગે પડી ગયો અને તેમનાથી એક રૂપિયાની ભીખ માંગવા લાગ્યો. જે વાત મંત્રીજીને પસંદ ના આવી તેણે તે બાળકના માથે લાત મારી અને તેની રસ્તો છોડી હટી જવાનું કહ્યું.

એટલું જ નહીં તે બાદ તેમના સુરક્ષા કર્મીઓએ પણ આ ભિખારી બાળકને ધક્કો મારી જવાનું કહ્યું. જો કે મંત્રીજીનો લાત મારતો વીડિયો જ્યારે સોશ્યલ મીડિયા પર વાયરલ થયો ત્યારે રાજ્યની રાજનીતિ પણ ગરમાઇ. ક્રોંગ્રેસે જ્યાં કુસુમ મેહદેલાના રાજીનામાની માંગ કરી ત્યાં જ ભાજપ બચાવ કરવાનો લૂલો પ્રયાસ કર્યો. નોંધનીય છે કે કુસુમ તેમના વિવાદિત નિવેદનો માટે પણ જાણીતી છે.

આ પહેલા આત્મહત્યા કરતા ખેડૂતો પર તેમણે કહ્યું હતું કે કોઇ ખેડૂત જવાન પુત્રની મૃત્યુ પર આત્મહત્યા નથી કરતો તો પછી પાક નિષ્ફળ જવા પર કેવી રીતે આત્મહત્યા કરી શકે છે. જ્યારે જવાન પુત્રની મોતનું દુખ તો ખૂબ જ મોટું હોય છે!. ત્યારે મંત્રીજી દ્વારા બાળકને લાત મારતો આ વીડિયો જુઓ અહીં...

English summary
Madhya Pradesh animal husbandry minister Kusum Mehdele was caught on camera kicking away a small boy who begged on his knees and asked for some money.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X