Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wayanad Bypoll : યલો સાડીમાં અનોખા અંદાજમાં પોલિંગ બુથ પહોંચી પ્રિયંકા ગાંધી, જુઓ વીડિયો

Wayanad By Election : ઝારખંડ ચૂંટણી સાથે સાથે વાયનાડ લોકસભા સીટ પર પણ મતદાન થયુ છે. અહીં પ્રિયંકા ગાંધી કોંગ્રેસની ઉમેદવાર છે.

રાહુલ ગાંધીએ સીટ છોડ્યા બાદ પ્રિયંકા ગાંધી અહીંથી ચૂંટણી લડી રહી છે. આજે મતદાન દરમિયાન પ્રિયંકા ગાંધીનો અનોખો અંદાજ જોવા મળ્યો.

Wayanad By Election

આ બેઠક પર છેલ્લા ઘણા દિવસોથી પ્રચાર ચાલી રહ્યો છે, જેમાં ગાંધી અને વાડરા પરિવારે સક્રિય ભાગ લીધો છે આજે વોટિંગ દરમિયાન પ્રિયંકા ગાંધી પોલિંગ બૂથ પર પહોંચી હતી અને પાર્ટી કાર્યકરો અને મતદારો સાથે મુલાકાત કરી.

યલો સાડીમાં સજ્જ પ્રિયંકા ગાંધી લોકોને હસતાં હસતાં અને હાથ જોડીને મળતી જોવા મળી. તેણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, વાયનાડના લોકો તેને સેવા કરવાની તક ચોક્કસ આપશે.

જણાવી દઈએ કે, પ્રિયંકા ગાંધીના બાળકો પણ બે દિવસ પહેલા આયોજિત રોડ શોમાં જોવા મળ્યા હતા અને તેઓ પણ લોકોને તેમની માતાને મત આપવા માટે અપીલ કરી રહ્યા હતા. બાળકોની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ હતી.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ બહેન પ્રિયંકા ગાંધીને મત આપવા અપીલ કરી છે. જણાવી દઈએ કે રોબર્ટ વાડ્રા સાથે લગ્ન કરનાર પ્રિયંકા ગાંધી બે બાળકોની માતા છે. તેમની પુત્રીનું નામ મિરાયા અને પુત્રનું નામ રેહાન છે. સામાન્ય રીતે આ બાળકો મીડિયાથી દૂર રહે છે પરંતુ આ વખતે તેઓ વાયનાડમાં રોડ શોમાં જોવા મળ્યા હતા.

પ્રિયંકા ગાંધીની દિકરી 22 વર્ષીય મિરાયાએ વેલ્હામ ગર્લ્સ કોલેજ દેહરાદૂનમાંથી અભ્યાસ કર્યો છે અને તે ઈન્સ્ટ્રક્ટર લેવલનો ડાઈવિંગ કોર્સ કરી રહી છે. તે અગાઉ વિપક્ષી નેતા રાહુલ ગાંધી સાથે તેમની ભારત જોડો યાત્રામાં જોવા મળી હતી. તે મામાની ખૂબ નજીક હોવાનું કહેવાય છે.

24 વર્ષીય રેહાન પ્રિયંકા ગાંધી વાડ્રા અને રોબર્ટ વાડ્રાના મોટો પુત્ર છે. તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં પોતાને વિઝ્યુઅલ આર્ટિસ્ટ ગણાવે છે. તેણે કોલકાતામાં ધ ઈન્ડિયા સ્ટોરી સહિત ઘણા કલા કાર્યક્રમોમાં પોતાની કલા દેખાડી છે.

તમને જણાવી દઈએ કે વાયનાડ સીટ પરંપરાગત રીતે કોંગ્રેસના નેતૃત્વમાં યુડીએફનો ગઢ રહી છે, હવે જોવાનું એ છે કે આ વખતે અહીંના લોકો ગાંધી પરિવારને તેમનો પ્રેમ અને આશીર્વાદ આપે છે. જણાવી દઈએ કે ચૂંટણીના પરિણામ 23 નવેમ્બરે આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X