Wayanad landslide : વાયનાડના પીડિતોની મદદે કર્ણાટક સરકાર, 100 ઘર બનાવવાની જાહેરાત

Wayanad landslide : વાયનાડમાં ભારે વરસાદ બાદ લેન્ડસ્લાઈડમાં 350 થી વધુ લોકોના જીવ ગયા છે અને 250 જેટલા લોકો લાપત્તા છે. હવે વાયનાડના પીડિતોની મદદે કર્ણાટક સરકાર આવી છે.

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શનિવારે જાહેરાત કરી છે કે રાજ્ય સરકાર વાયનાડમાં ભૂસ્ખલનથી પ્રભાવિત લોકો માટે 100 ઘરો બનાવશે.

Wayanad landslide

આ પહેલને લોકસભાના વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તરફથી આભાર માનવામાં આવ્યો છે, જેમણે Instagram પર તેમની પ્રશંસા વ્યક્ત કરી.

સિદ્ધારમૈયાની જાહેરાતના જવાબમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આભાર વ્યક્ત કર્યો. પ્રિયંકાએ લખ્યુ કે, હું કરુણા અને માનવતા માટે સીએમ સિદ્ધારમૈયા અને કર્ણાટકના લોકોનો આભાર માનું છું. આ જાહેરાત સૌપ્રથમ સિદ્ધારમૈયા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરવામાં આવી, જ્યાં તેમણે કહ્યું હતું કે, વાયનાડમાં દુ:ખદ ભૂસ્ખલનને પગલે કર્ણાટક કેરળ સાથે ઊભું છે.

સિદ્ધારમૈયાએ X પર લખ્યું કે તેઓ કર્ણાટક વતી કેરળને સમર્થન આપવાનું આશ્વાસન આપે છે. આ સાથે પીડિતો માટે 100 ઘર બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી. સિદ્ધારમૈયાએ કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયનને કહ્યું કે, સાથે મળીને અમે પુનઃનિર્માણ કરીશું અને ઉમ્મીદ જગાડીશુ. વાયનાડમાં ભૂસ્ખલનને કારણે વ્યાપક નુકસાન થયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X