રાહુલ સામે વાયનાડથી ચૂંટણી લડનાર તુષારની UAEમાં ધરપકડ, 19 કરોડની છેતરપિંડીનો કેસ
ભારત ધર્મ જન સેના પાર્ટીના અધ્યક્ષ તુષાર વેલ્લાપલ્લીની ચેક બાઉન્સના એક કેસમાં યુએઈમાં ધરપકડ કરવામાં આવી છે.
ભારત ધર્મ જન સેના પાર્ટીના અધ્યક્ષ તુષાર વેલ્લાપલ્લીની ચેક બાઉન્સના એક કેસમાં યુએઈમાં ધરપકડ કરવામાં આવી છે. વેલ્લાપલ્લી લોકસભા ચૂંટણી દરમિયાન ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે એનડીએ તુષાર વેલ્લાપલ્લીએ કેરળની વાયનાડ સીટથી રાહુલ ગાંધી સામે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. આ ચૂંટણીમાં રાહુલ ગાંધીએ વાયનાડની સીટથી રેકોર્ડ મતોથી જીત મેળવી હતી.

19 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસમાં ધરપકડ
તુષાર વેલ્લાપલ્લીની યુએઈમાં 19 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. વેલ્લાપલ્લીએ એક કન્સ્ટ્રક્શન કંપનીને એક ચેક આપ્યો હતો જે બાઉન્સ થઈ ગયો. આ કેસમાં તેમની સામે બે દિવસ પહેલા જ ફરિયાદ ફાઈલ કરાવવામાં આવી હતી જેના પર કાર્યવાહી કરીને તેમની યુએઈમાંથી ધરપકડ કરી લેવામાં આવી.
યુએઈમાં થઈ વેલ્લાપલ્લીની ધરપકડ
વેલ્લાપલ્લીની ધરપકડ તેમના પૂર્વ બિઝનેસ પાર્ટનર તરફથી ફાઈલ કરાવવામાં આવેલી ફરિયાદના આધારે કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સીએમ પીનરઈ વિજયને આ અંગે વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખીને મદદ માંગી છે. તુષાર વેલ્લાપલ્લી, ભારત ધર્મ જનસેના પાર્ટીના અધ્યક્ષ છે. તુષાર વેલ્લાપલ્લીએ પોતાની પાર્ટીની શરૂઆત વર્ષ 2016માં કરી હતી. વેલ્લાલપલ્લીએ વિધાનસભા ચૂંટણીમાં પણ પોતાનુ નસીબ અજમાન્યુ હતુ પરંતુ તેમને ખાસ સફળતા મળી શકી નહોતી.
રાહુલ ગાંધી સામે વાયનાડથી એનડીએના ઉમેદવાર હતા
રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ સીટથી કુલ 431770 મતોથી રેકોર્ડ જીત નોંધાવી હતી. વળી, પોતાની પારંપરિક સીટ અમેઠીથી આ વખતે રાહુલ ગાંધીએ ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. રાહુલ ગાંધી સામે વાયનાડથી ચૂંટણી લડવાના કારણે વેલ્લાપલ્લી સમાચારોમાં છવાયેલા રહ્યા. તુષાર ઈઝાવા સમાજના કલ્યાણ માટે કામ કરતા સંગઠન શ્રી નારાયણ ધર્મ પરિપલ્લના યોગમના મહાસચિવના પુત્ર છે. આ સમાજ કેરળની પછાત જાતિઓમાં આવે છે જેની જનસંખ્યા કેરળમાં સારી એવી છે.












Click it and Unblock the Notifications
