TMCના સ્થાપના દિવસ પર કાર્યકર્તા નોટો વરસાદ વરસાવ્યો

tmc-symbol
પશ્વિમ બંગાળ, 2 જાન્યુઆરી: પશ્વિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસના એક સ્થાનીક નેતા દ્રારા પાર્ટીના સ્થાપના દિવસ પર આયોજીત એક કાર્યક્રમમાં સંગીતની ધૂન પર ટૂંકા વસ્ત્રો પહેરીને નાચતી છોકરીઓ પર નોટોનો વરસાદ કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે ગઇકાલે માંડી રાત્રે આ કાર્યક્રમ પર પ્રતિબંધ લગાવ્યો હતો.

ભાંગડ પોલીસ સ્ટેશનની નજીકમાં આયોજીત કરવામાં આવેલા કાર્યક્રમ દરમિયાન તૃણમૂલ નેતા અને 24 પરગણા જિલ્લા પરિષદના સભ્ય મીર તાહિર અલી મંચ પર ચઢી ગયા અને તેમને ત્યાં નાચી રહેલી છોકરીઓ પર નોટોનો વરસાદ વરસાવ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસે આ ઘટનાને એક અલગ પ્રકારની ઘટના ગણાવતાં કહ્યું હતું કે આ પાર્ટીમાં ભાગ લેનાર કાર્યકર્તા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

પાર્ટીના સાંસદ ડેરેક ઓ બ્રાયને કહ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસના 16મા સ્થાપના દિવસના અવસરે ગઇકાલે હજારો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યાં હતા અને તેમાંથી એક ઘટના શરમજનક રહી હતી જેમાં છોકરીઓને નાચવાનું કહેવામાં આવ્યું હતું. આ એક અલગ પ્રકારની ઘટના છે. જો પાર્ટીમાં કોઇ કાર્યકર્તાએ ભાગ લીધો હશે તો તેના વિરૂદ્ધ કડક પગલાં ભરવામાં આવશે.

ડેરેક ઓ બ્રાયને કહ્યું હતું કે કૃપયા તેને આ પ્રકારે રજૂ ન કરશો કે તેને તૃણમૂલનું સમર્થન હોય. તૃણમૂલ કોંગ્રેસ માટે સાંસ્કૃતિક અને લૈંગિક સંવેદના સર્વોપરી છે. કૃપયા આ અંગે જાણકારી આપવામાં આવે છે કે તૃણમૂલ કોંગ્રેસ તરફથી કોઇ સમર્થન મળ્યું નથી, અમે તપાસ કરીશું કે આ ઘટનામાં કોણ કોણ સામેલ છે.

ટીવી ચેનલો પર આ ઘટના સાથે સંકળાયેલ સમાચાર દર્શાવવામાં આવતાં રાજકીય દળો અને મહિલા આયોગ સહિત સમાજના વિભિન્ન તબક્કાઓએ આ ઘટનાની આકરી ટિકા કરી છે.

રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ મમતા શર્માએ કહ્યું હતું કે આ ખૂબ શરમજનક ઘટના છે કે તે આ પ્રકારના કાર્યક્રમ આયોજિત કરી જશ્ન મનાવી રહ્યાં છે. બધા રાજકીય પક્ષોની માનસિકતામાં પરિવર્તન જરૂરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X