અમે ચીન વિરુદ્ધ હરસંભવ પગલા ઉઠાવીશુઃ એન્ટોની
નવી દિલ્હી, 1 મેઃ ચીન સેના દ્વારા ભારતના લદાખ ક્ષેત્રમાં કરવામાં આવેલી ઘુષણખોરી પર આકરું વલણ અપનાવતા ભારતના રક્ષામંત્રી એકે એન્ટોનીએ કહ્યું કે, અમે આપણા હિતોની રક્ષા માટે હરસંભવ પગલા ઉઠાવીશુ કારણ કે કંઇપણ થયું તે માટે આપણે જવાબદાર નહીં. બીજી તરફ ભારતના વલણને નજરઅંદાજ કરતા ચીનની સેનાએ દોલત બેગ ઓલ્ડી નજીક પોતાના નવા તંબુ લગાવી દીધા છે અને પોતાના ઇરાદા જણાવી દીધા છે કે તે આ ક્ષેત્રને છોડવા ઇચ્છતા નથી.
આ પહેલા ગત કાલે બ્રિગેડિયર સ્તરના અધિકારીઓએ ચીની સમકક્ષો સાથે થયેલી ફ્લેગ બેઠક અનિર્ણિત રહી હતી. આ બેઠક ત્રણ કલાક સુધી ચાલી પરંતુ સ્થિતિ જ્યાંની ત્યાં જ છે. ચીનના સૈનિકો લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલની નજીક બનેલી ભારતીય બંકરો અને રસ્તાને નષ્ટ કરવાની વાતો કરી રહ્યા છે. જો કે, ભારતે પોતાનુ વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે, બન્ને દેશો વચ્ચે હસ્તાક્ષરિત સહમતિ પત્ર અનુસાર ચીની સૈનિકોને તુરંત આ ક્ષેત્ર છોડીને જતા રહેવું જોઇએ.

બીજી તરફ વિપક્ષ આ મુદ્દે સતત સરકારની નિંદા કરી રહ્યું છે. વિપક્ષનું કહેવું છે કે આ સરકારની નબળી નીતિનું પરિણામ છે કે પહેલા ઇટલીએ પોતાના નૌસૈનિકોને ભારત મોકલવાના મામલે સરકારને આખો દેખાડી અને હવે ચીન ઘુષણખોરી મુદ્દે પણ સરકાર કોઇ કઠોરતા દેખાડી શકી નથી.












Click it and Unblock the Notifications
