For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રૂમમાં કહેલી વાત પર ન લગાવી શકાય એસસી-એસટી કાયદોઃ SC

સુપ્રીમ કોર્ટે કહ્યુ કે કોઈ ઉચ્ચ જાતિના વ્યક્તિ પર એસસી-એસટી એક્ટમાં કેસ ચલાવવાનો આધાર માત્ર એ ન હોઈ શકે કે ફરિયાદકર્તા એસસી કે એસટી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સુપ્રીમ કોર્ટે કહ્યુ કે કોઈ ઉચ્ચ જાતિના વ્યક્તિ પર એસસી-એસટી એક્ટમાં કેસ ચલાવવાનો આધાર માત્ર એ ન હોઈ શકે કે ફરિયાદકર્તા એસસી કે એસટી છે. ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવ, ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તા અને ન્યાયમૂર્તિ અજય રસ્તોગીની પીઠે એક કેસમાં સુનાવણી કરીને કહ્યુ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ(અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ ગુનો માત્ર એ તથ્ય પર સ્થાપિત નથી થતો કે સૂચના આપનાર અનુસૂચિત જાતિનો સભ્ય છે. જ્યાં સુધી કે એસસી એસટીના સભ્યને તેની જાતિના આધાર બનાવીને અપમાનિત કરવાનો કોઈ ઈરાદો ન હોય.

SC

સુપ્રીમ કોર્ટે ગુુરુવારે કહ્યુ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સાથે સંબંધિત કોઈ વ્યક્તિ સામે ઘરની ચાર દિવાલની અંદર કોઈ સાક્ષીની અનુપસ્થિતિમાં કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી ગુનો નથી. સુપ્રીમ કોર્ટે એક વ્યક્તિ સામે એસસી-એસટી કાયદા હેઠળ લગાવવામાં આવેલ આરોપોને રદ કરીને કરીને આ ટિપ્પણી કરી. જેણે ઘરની અંદર એક મહિલાને કથિત રીતે જાતિસૂચક ગાળ આપી હતી. અદાલતે કહ્યુ કે કોઈ વ્યક્તિનુ અપમાન કે ધમકી અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિ કાયદા હેઠળ ગુનો નહિ બને. જ્યાં સુધી કે આ રીતનુ અપમાન કે ધમકી પીડિતના અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ સાથે સંબંધિત હોવાના કારણ ન હોય.

જસ્ટીસ એલ નાગેશ્વર રાવની આગોવાની પીઠે કહ્યુ કે તથ્યોના આધારે અમે જોયુ કે અનુસૂચિત જનજાતી(અત્યાચાર નિવારણ) કાયદો, 1989ની કલમ 3(1) (આર) હેઠળ અપીલકર્તા સામે આરોપ નથી બનતો. માટે કેસમાં દાખલ આરોપપત્રને રદ કરવામાં આવે છે. આરોપિ વ્યક્તિ સામે અન્ય કલમોમાં કેસ નોંધીને કેસ ચલાવવામાં આવી શકે છે. આ અંગે એફઆઈઆરના કાયદા અનુસાર સક્ષમ અદાલત અલગથી સુનાવણી કરે.

નિકિતા મર્ડર કેસઃ SITએ ફરીદાબાદ કોર્ટમાં દાખલ કરી ચાર્જશીટનિકિતા મર્ડર કેસઃ SITએ ફરીદાબાદ કોર્ટમાં દાખલ કરી ચાર્જશીટ

English summary
We can't prosecute upper caste person just because complainant is from SC-ST community: Supreme Court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X