CJI વિરુદ્ધ મહાભિયોગ મામલે કોંગ્રેસે આપ્યા કારણો
કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની વાત કરી છે. આ મામલે તેમણે ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂ સાથે મુલાકાત કરીને પ્રસ્તાવ લાવવાની નોટિસ આપી છે.
શુક્રવારે, કોંગ્રેસ સમેત 7 વિપક્ષી દળોઓ દિલ્હી ખાતે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની વાત કરી છે. આ મામલે તેમણે ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂ સાથે મુલાકાત કરીને પ્રસ્તાવ લાવવાની નોટિસ આપી છે. જો કે જો આ નોટિસ મંજૂર થશે તો દેશમાં ખરેખરમાં ઇતિહાસ બનશે જેમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ વિરુદ્ધ મહાભિયોગ લાગશે. જો કે ઉપરાષ્ટ્રપતિની સાથે 40 મિનિટની બેઠક કર્યા પછી કોંગ્રેસે આ મામલે કારણો રજૂ કરવા એક પ્રેસકોન્ફરન્સ પણ કરી હતી. જેમાં તેમણે આ માટે મહત્વના કારણ રજૂ કર્યા હતા. જે આ મુજબ છે.

પદનો ખોટો ઉપયોગ
કપિલ સિબ્બલે પ્રેસવાર્તામાં જણાવ્યું કે દીપક મિશ્રાના પ્રશાસનિક નિર્ણયોથી બધા નારાજ છે. વળી થોડા સમય પહેલા 4 જજોએ પણ પ્રેસવાર્તા કરીને આ પ્રણાલીમાં બધુ યોગ્ય રીતે નથી ચાલી રહ્યું તેવી વાત કરી હતી. સિબ્બલે સાથે જ આરોપ લગાવ્યો હતો કે દિપક મિશ્રા સીજીઆઇના પદનો દુરઉપયોગ કરી રહ્યા છે.

આવો પણ દિવસ આવશ?
કોંગ્રેસ નેતા કપિસ સિબ્બસે કહ્યું કે અમે પણ નહોતા ઇચ્છતા કે અમારે આવો દિવસ પણ જોવો પડશે. ન્યાયપાલિકા પાસે સવોચ્ચ પ્રામાણિકતાની અપેક્ષા રખાય છે. અને આપણા સંવૈધાનિક પ્રણાલીમાં પણ ન્યાયપાલિકા મહત્વનો ભાગ ભજવે છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સિવાય માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી અને મુસ્લિમ લીગ પણ તેમાં સામેલ છે. તેમણે સંસદ ભવનમાં પણ આ અંગે ચર્ચા કરી હતી.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત












Click it and Unblock the Notifications
