લોકતંત્ર માટે સાથે કામ કરવુ પડશે, ચહેરો પછી નક્કી થશે-શરદ પવાર
આવનારી 2024ની લોકસભા ચૂંટણી માટે વિપક્ષી નેતાઓ એકજૂઠ થવા માટે કવાયત કરી રહ્યા છે. આ ક્રમમાં જ આજે એનસીપી નેતા શરદ પવાર અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર વચ્ચે મુલાકાત થઈ હતી. અહીં શરદ પવારે લોકતંત્ર બચાવવાની વાત કરી હતી.
મુલાકાત બાદ શરદ પવારે કહ્યું કે, સમયની જરૂરિયાત છે કે બધા વિપક્ષી દળો સાથે આવીને કામ કરે. જો આપણે સાથે મળીને કામ કરીશું તો દેશને જે વિકલ્પની જરૂર છે તેના માટે સમર્થન મળશે. શરદ પવારે આગળ કહ્યું કે, કર્ણાટકમાં કાલે ચૂંટણી છે. મારી જાણકારી મુજબ ત્યાંના લોકો બીજેપીને હટાવીને બિનસાંપ્રદાયિક સરકારને ચૂંટશે.

શરદ પવારે કહ્યું કે, તેનો મતલબ એ કે ત્યાંના લોકો બીજેપીથી કંટાળી ગયા છે. તે પરિવર્તન ઈચ્છે છે. એ તમામ વિપક્ષી પાર્ટીઓ સાથે મળીને કામ કરીશું તો લોકોને વિકલ્પ મળશે. આનાથી બીજેપીને હરાવીને સત્તા પરથી હટાવવાનું જ સરળ બની જશે. આટલા માટે અમે બધા સાથે આવી રહ્યા છીએ.
અહીં નીતિશ કુમારને પૂછાયુ કે શું શરદ પવાર વિપક્ષી ગઠબંધનનો મુખ્ય ચહેરો હશે? આ સવાલના જવાબમાં તેમને કહ્યું કે, આનાથી વધુ સુખદ કંઈ ન હોય. મેં તેમને કહ્યું છે કે તેમણે માત્ર તેમની પાર્ટી માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે મજબૂતાઈથી કામ કરવું પડશે.
શરદ પવારે કહ્યું કે, આપણે સાથે મળીને કામ કરવું પડશે. પછીથી ચહેરો નક્કી કરીશું. નીતિશ કુમારે કહ્યું કે, ભાજપ જે કરી રહી છે તે દેશના હિતમાં નથી. અમે ઘણા રાજકીય પક્ષો સાથે વાત કરી છે. અમે સાથે બેસીને આગળના નિર્ણયો લઈશું.












Click it and Unblock the Notifications
