‘અમુક લોકોને કાશ્મીર જોઈએ છે પરંતુ કાશ્મીરીઓ નહી': પી ચિદમ્બરમ
પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે ગુરુવારે કહ્યુ કે અમુક લોકો કાશ્મીર ઈચ્છે છે પરંતુ કાશ્મીરીઓને નથી ઈચ્છતા.
પુલવામામાં સીઆરપીએફ કાફલા પર આતંકી હુમલા અંગે નિવેદનબાજી યથાવત છે. વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે ગુરુવારે કહ્યુ કે અમુક લોકો કાશ્મીર ઈચ્છે છે પરંતુ કાશ્મીરીઓને નથી ઈચ્છતા કે જે ઘણુ નિરાશાજનક છે. આ દરમિયાન પી ચિદમ્બરમે મેઘાલયના રાજ્યપાલ તથાગત રૉયના નિવેદન પર પણ પલટવાર કરીને જવાબ આપ્યો છે.

મેઘાલયના રાજ્યપાલના નિવેદન પર પી ચિદમ્બરમનો પલટવાર
પી ચિદમ્બરમે રાજ્યપાલ તથાગત રૉયના નિવેદન પર પલટવાર કરીને કહ્યુ કે તે કાશ્મીરમાં ફરવા જાય છે અને કાશ્મીરી વસ્તુઓનો બૉયકૉટ કરે છે. ચિદમ્બરમે કહ્યુ કે એવા લોકો જે વિચારે છે કે કાશ્મીરીઓ માટે ભારતમાં કોઈ જગ્યા નથી. તેમણે કહ્યુ કે અમદાવાદમાં બનેલી 182 મીટર ઉંચી સરદાર પટેલનુ સ્ટેચ્યુ ઑફ યુનિટી મેઘાલયના રાજ્યપાલ અને એ અન્ય લોકોને જોતી હશે જે વિચારે છે કે કાશ્મીરીઓનું ભારતમાં કોઈ સ્થાન નથી.

કથિત રીતે કાશ્મીરી છાત્રોને અપાઈ રહી છે ધમકી
તમને જણાવી દઈએ કે ભારતના પહેલા ગૃહમંત્રી તરીકે જાણીતા પટેલને દેશને એક કરનાર તરીકે ઓળખવામાં આવે છે અને તેમણે 560 રજવાડાઓને ભારતના સંઘમાં વિલય કરવાનો શ્રેય આપવામાં આવે છે. પુલવામા હુમલા બાદ દેહરાદૂન, જમ્મુ, કોલકત્તા અને મુઝફ્ફરપુર અને અન્ય સ્થળોએ કાશ્મીરી છાત્રો અને અભ્યાસ કરતા કે કામ કરતા લોકોને કથિત રીતે ધમકી આપવાની ઘટનાઓ બની છે જેમાંથી અમુક તો પોતાના ઘરે પાછા જવા મજબૂર થઈ ગયા છે.

હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ
તમને જણાવી દઈએ કે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં આતંકી હુમલા બાદ સીઆરપીએફના 40 જવાન શહીદ થઈ ગયા હતા. ત્યારબાદ સેનાએ પુલવામામાં આતંકીઓ સાથે એનકાઉન્ટરમાં જૈશ એ મોહમ્મદના હાઈ કમાંડરને ઠાર મારી દીધો હતો. એનકાઉન્ટરમાં સેનાએ જૈશના હાઈ કમાંડર આતંકી ગાઝી અબ્દુલ રાશિદ અને કામરનાને ઠાર મારી દીધા હતા. જાણકારી અનુસાર ગાઝીએ જ સીઆરપીએફ કાફલા પર આત્મઘાતી હુમલામાં શામેલ આદિલ અહમદ ડારને ટ્રેનિંગ આપી હતી.












Click it and Unblock the Notifications
