ભાજપા છોડનાર નીતિશ કુમારને મળ્યું કોંગ્રેસમાં જોડાવાનું આમંત્રણ

એનસીપીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને યૂપીએમાં સામેલ થઇ જવા માટે આમંત્રણ આપ્યું છે. એનસીપી નેતા ડીપી ત્રિપાઠીએ ભાજપા સાથેનો 18 વર્ષ જૂનો સંબંધ તોડવા તૈયાર જેડીયૂના ધર્મનિરપેક્ષ શક્તિઓ સાથે હાથ મિલાવવાનું સ્વાગત કર્યું છે.
ત્રિપાઠીએ ધર્મનિરપેક્ષ શક્તિઓનો અર્થ પણ સ્પષ્ઠ કરતા કહ્યું કે તેઓ કોઇ ફેડરલ ફ્રંટ નહીં, બલકે યુપીએની વાત કરી રહ્યા છે. જે સમયે ડીપી ત્રિપાઠીએ આ વાત કહી ત્યારે એનસીપીના શરદ પવાર પણ હાજર હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે નીતિશ કુમાર પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં પોતાના સમકક્ષ મુખ્યમંત્રિયો ક્રમશ: મમતા બેનર્જી અને નવીન પટનાયકની સાથે ફેડરલ ફ્રંટ બનાવવાની કવાયદમાં લાગી ગયા છે. કોઇ મોર્ચાને સાથે લેવાની સંભાવનાઓને નકારતા ત્રિપાઠીએ સ્પષ્ઠ કર્યું છે કે અમે યૂપીએનો ભાગ છીએ, માટે કોઇ અન્ય ગઠબંધનની સાથે નથી.












Click it and Unblock the Notifications
