અડચણો ગમે એટલી આવે પરંતુ અત્યાધુનિક સુવિધાઓવાળી સ્કૂલો બનાવવાનુ ચાલુ રહેશેઃ સિસોદિયા
દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યુ કે અડચણો છતાં અત્યાધુનિક સુવિધાઓવાળી સ્કૂલો બનાવવાનુ ચાલુ રહેશે
નવી દિલ્લીઃ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ મંગળવારે બલ્લીમારનના ચશ્મા બિલ્ડીંગમાં આવેલી સરકારી કન્યા ઉચ્ચતર માધ્યમિક શાળાની નવી ઇમારત અને મલ્ટીપર્પઝ હૉલના ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન કહ્યુ કે દિલ્લીની સરકારી શાળાઓમાં શિક્ષણનુ સ્તર ઉંચે આવી રહ્યુ છે. આમ આદમી પાર્ટી રાજધાનીના તમામ બાળકોને વિશ્વ કક્ષાનુ શિક્ષણ આપીને સશક્ત બનાવવાનો હેતુ ધરાવે છે.

કાર્યક્રમ દરમિયાન સિસોદિયાએ કહ્યુ કે બાળકો દેશનુ ભવિષ્ય છે અને આવી સ્થિતિમાં દિલ્લી સરકાર તેમને શાળા સ્તરથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીની તમામ શૈક્ષણિક સુવિધાઓ આપીને આગળ લઈ જવાની દિશામાં કામ કરી રહી છે. આ કામમાં અડચણો આવશે તો પણ સરકાર તેમને શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડતી રહેશે અને તેમના માટે અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી શાળાઓનુ નિર્માણ કરવાનુ ચાલુ રાખશે. વધુમાં તેમણે કહ્યુ કે ચાર વર્ષ પહેલા જ્યાં મે શાળાના બિલ્ડીંગનુ ઉદ્ઘાટન કર્યુ હતુ ત્યાં શાળાના નામે જર્જરિત ઈમારત હતી. તે જોઈને મે પ્રતિજ્ઞા લીધી હતી કે હું આ શાળાની ઈમારતને ભવ્ય બનાવીશ. મને આનંદ છે કે અમારી ટીમે દિવસ-રાત મહેનત કરી અને અમે બાળકો માટે આ અદ્ભુત શાળા બનાવી શક્યા. આ પ્રસંગે બલ્લીમારનના ધારાસભ્ય અને દિલ્લીના ખાદ્ય અને પુરવઠા મંત્રી ઈમરાન હુસેન, શિક્ષણ સચિવ અશોક કુમાર અને અન્ય અધિકારીઓ હાજર હતા.
શાળાના નવા મકાનની વિશેષતાઓ -
- ચાર માળની ઇમારત
- 28 રૂમ
- સ્માર્ટ વર્ગખંડો
- આઇસીટી (ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી) લેબ
- હોમ સાયન્સ લેબ્સ
- આખી શાળા સીસીટીવી કેમેરાથી સજ્જ
- છત પર રમવાની જગ્યા
સ્કૂલોમાં કરાશે સર્વે
દિલ્લી કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ રાઈટ્સ (DCPCR) સરકારી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને પોષણ અંગે શાળાઓમાં સર્વે કરશે. ડિરેક્ટોરેટ ઑફ એજ્યુકેશને આ સંદર્ભમાં એક પરિપત્ર જાહેર કરીને જણાવ્યુ હતુ કે DCPCRની 10 સભ્યોની ટીમ શરૂઆતમાં 12 સરકારી શાળાઓમાં સર્વે કરશે. આ ટીમ શાળાના આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વાત કરીને પોતાનો રિપોર્ટ તૈયાર કરશે. આ સર્વે 15 ડિસેમ્બર સુધી ચાલશે. સર્વેક્ષણમાં ટીમ વીકલી આયર્ન ફોલિક એસિડ સપ્લીમેંટેશન પ્રોગ્રામ અને એલ્બેંડાઝોલ(કૃમિને મારવા માટે વપરાતી દવા)ની સમીક્ષા કરશે.












Click it and Unblock the Notifications
