યુવાનોના ખાતામાં દર વર્ષે 1 લાખ રુપિયા જમા કરાવીશુઃ ગાઝિયાબાદમાં રાહુલ ગાંધી
Lok Sabha Election 2024: રાહુલ ગાંધીએ આજે ગાઝિયાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં આક્ષેપ કર્યો હતો કે, "છેલ્લા 10 વર્ષોમાં, PM મોદીએ નોટબંધી દ્વારા, ખોટા GSTનો અમલ કરીને અને અદાણી જેવા મોટા અબજોપતિઓને ટેકો આપીને રોજગાર નિર્માણની પ્રણાલીમાં ઘટાડો કર્યો છે."
રાહુલ ગાંધીએ જણાવ્યુ કે, "પ્રથમ કાર્ય ફરી એકવાર રોજગારીને મજબૂત કરવાનું છે અને તેના માટે અમે અમારા મેનિફેસ્ટોમાં 23 વિચારો આપ્યા છે.. એક વિચાર ક્રાંતિકારી વિચાર છે- એપ્રેન્ટિસશિપનો અધિકાર.''

તેમણે કહ્યું કે, ''અમે નક્કી કર્યું છે કે અમે ઉત્તર પ્રદેશના તમામ સ્નાતકો અને ડિપ્લોમા ધારકોને એપ્રેન્ટિસશિપનો અધિકાર આપીશું. ત્યાં તાલીમ આપવામાં આવશે અને અમે યુવાનોના બેંક ખાતામાં દર વર્ષે 1 લાખ રૂપિયા જમા કરીશું અને અમે કરોડો યુવાનોને આ અધિકારો આપી રહ્યા છીએ. અમે પેપર લીક માટે પણ કાયદો બનાવીશું."
તેમણે કહ્યુ કે, રોજગારી, મોંઘવારી અને વર્ગોની અસમાન ભાગીદારી આ ચૂંટણીમાં મોટા મુદ્દા છે. ભાજપ અને પીએમ મોદી મુખ્ય મુદ્દાઓથી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોઈ એવું નથી કહેતું કે ગરીબી એક જ વારમાં ખતમ થઈ જશે પરંતુ આપણે તેના માટે મજબૂત પ્રયાસો કરી શકીએ છીએ.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવે ગાઝિયાબાદની પ્રેસ કૉન્ફરન્સમાં ભાજપ પર જોરદાર હુમલા કર્યા. આ દરમિયાન રાહુલ ગાંધીએ મોટો દાવો કરીને કહ્યુ કે પહેલા તો મને લાગતુ હતુ કે લોકસભા ચૂંટણીમાં ભાજપને લગભગ 180 સીટો મળી જશે પરંતુ હવે લાગે છે કે આ લોકો 150 પર જ અટકી જશે. વિપક્ષના ઈન્ડિયા ગઠબંધનના પક્ષમાં મૌન લહેર છે. અમેઠીથી ચૂંટણી લડવાના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યુ કે પક્ષના નિર્ણયનુ પાલન કરીશ.
રાહુલ ગાંધીએ કહ્યુ કે પીએમ મોદીએ દેશના સંશાધનોને 22થી 25 લોકો વચ્ચે જ વહેંચી દીધા છે. એને અમારે ખતમ કરવાનુ છે અને દરેક સમાજની ભાગીદારી વધારવાની છે. આનાથી ગરીબી આપોઆપ ખતમ થવા લાગશે. આ ઈચ્છાથી અમે જાતિગત જનગણનાની માંગ પણ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
