For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Farmers Protest: અણ્ણા હઝારેનું એલાન, ખેડૂતોની માંગ પૂરી ના થઈ તો જનઆંદોલન કરશે

Farmers Protest: અણ્ણા હઝારેનું એલાન, ખેડૂતોની માંગ પૂરી ના થઈ તો જનઆંદોલન કરશે

|
Google Oneindia Gujarati News

Farmers Protes: સામાજિક કાર્યકર્તા અણ્ણા હઝારે ખેડૂતોના સમર્થનમાં આવી ગયા છે. તેમણે ગુરુવાારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે જો ખેડૂતોની માંગ પૂરી ના થઈ તો તેઓ કેન્દ્ર સરકાર વિરુદ્ધ ખેડૂતોના સમર્થનમાં જનઆંદોલન શરૂ કરી દેશે. 83 વર્ષના સમાજસેવી અણ્ણા હઝારેએ કહ્યું કે, લોકપાલ આંદોલને તત્કાલિન કોંગ્રેસ સરકારને હલાવી મૂકી હતી, જો સરકારે ખેડૂતોની વાત નહિ સાંભળે તો આખા દેશમાં જનઆંદલન થશે.

Anna Hazare

ઉલ્લેખનીય છે કે અગાઉ તેમણે કહ્યું હતું કે ખેડૂતોનું આંદોલન આખા દેશમાં ફેલાવવું જોઈએ જેથી સરકાર કેડૂતોના હિત માટે કામ કરે સાથે જ તેમણે પાછલા 16 દિવસથી સિંધુ બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોના વખાણ કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે કડકડતી ઠંડીમાં ખેડૂતોએ જેવી રીતે પોતાના શાંતિપૂર્ણ આંદોલનને અંજામ આપ્યો છે હું તેમના વખાણ કરું છુ્ં, સરકારને હું અપીલ કરું છું કે ખેડૂતોની સમસ્યા સમજે અને મતભેદ સમાપ્ત કરે.

આ દેશના ખેડૂતો છે કોઈ પાકિસ્તાની નથી

અણ્ણા હઝારેએ સરકારને અપીલ કરી હતી કે તેઓ ખેડૂતોની વાત સાંભળે જે દેશના અન્નદાતા છે, આ સમયે દેશમાં ખેડૂત અને સરકારની સ્થિતિ ભારત પાકિસ્તાન જેવી થઈ ગઈ છે પરંતુ એવું ના હોવું જોઈએ. સરકારે તેમની વાત સાંભળવી જોઈએ, ખેડૂતો આજે અહિંસાનું પાલન કરતાં આંદોલન કરી રહ્યા છે, જો કાલે ખેડૂતો હિંસા પર ઉતરી આવશે તો જવાબદારી કોણ લેશે, આ દેશના ખેડૂતો છે કોઈ પાકિસ્તાની નથી.

Bharat Bandh: ખેડૂતોના સમર્થનમાં આવ્યા અણ્ણા હઝારે, ભૂખ હડતાળ કરીBharat Bandh: ખેડૂતોના સમર્થનમાં આવ્યા અણ્ણા હઝારે, ભૂખ હડતાળ કરી

કૃષિ કાનૂન વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા ખેડૂતો

જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર ત્રણ નવા કૃષિ કાનૂન લઈને આવી છે, જેમાં સરકારી મંડીઓ બહાર ખરીદ, અનુબંધ ખેતીને મંજૂરી અને કેટલાય અનાજો અને દાળના ભંડારોની સીમા ખતમ કરવા સંબંધિત કેટલાંય પ્રાવધાન કરવામાં આવ્યાં છે. જેને લઈ ખેડૂતો જૂન મહિનાથી જ આંદોલન કરી રહ્યા છે અને આ કાનૂન પરત લેવાની માંગ કરી રહ્યા છે. આ આંદોલન અત્યાર સુધી મુખ્ય રૂપે પંજાબમાં થઈ રહ્યું હતું. 26 નવેમ્બરે ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી અને ગત 16 દિવસથી ખેડૂતો દિલ્હી અને હરિયાણાને જોડતી સિંધુ બોર્ડર પર ધરણા આપી રહ્યા છે. જે બાદ ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે કેટલીયવાર વાતચીત પણ થઈ ચૂકી છે પરંતુ કોઈ પરિણામ નથી નિકળ્યું.

English summary
we will make it people's movement if govt don't hear farmer's demand says anna ahazre
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X