For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિવસેનાએ જનાદેશનું અપમાન કર્યું, અમે સરકાર નહિ બનાવીઃ ભાજપના નેતા

મહારાષ્ટ્રમાં અમે સરકાર બનાવી શકીએ તેમ નથીઃ ભાજપના નેતા

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રમાં લગભગ બે અઠવાડિયાથી સરકાર બનાવવાને લઈ ચાલી રહેલ ભાજપ અને શિવસેના વચ્ચેના ખેંચતાણ વચ્ચે નવો વળાંક આવ્યો છે. શનિવાર સુધી જ્યાં માનવામાં આવી રહ્યું હતું કે રાજ્યમાં ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે, ત્યારે હવે રવિવારે મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યું કે, મહારાષ્ટ્ર ભાજપ પોતાની સકાર નહિ બનાવે. અગાઉ પાટિલ અને દેવેન્દ્ર ફડણવીસ ગવર્નરને મળવા રાજભવન પહોંચ્યા હતા.

ભાજપ સરકાર નહિ બનાવે

ભાજપ સરકાર નહિ બનાવે

ભાજપના નેતાએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની સાથે લાંબી બેઠક બાદ મહારાષટ્્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ અને દેવેન્દ્ર ફડણવીસે રવિવારે સાંજે ગવર્નર ભગત સિંહ કોશિયારીને મળવા રાજભવન પહોંચ્યા. ગવર્નરને મળ્યા બાદ મીડિયા સાથે વાત કરતા પાટિલે કહ્યું કે, રાજ્યમાં મહાયુતીને જનાદેશ મળ્યો, પરંતુ જનાદેશનો અનાદર કર્યો અને સરકાર નથી બનાવી. હવે ભાજપ સરકાર નહિ બનાવે, અમે રાજ્યપાલને જણાવી દીધું છે.

શિવસેનાએ જનાદેશનો અનાદર કર્યો- પાટિલ

પાટિલે શિવસેના પર પ્રહાર કરતા કહ્યું કે શિવસેના જનાદેશું અપમાન કરીને જો કોંગ્રેસ અને રાકાંપાની સરકાર બનાવે છે તો અમારી શુભકામનાઓ. અગાઉ શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, તેમને સમજમાં નથી આવી રહ્યું કે જો ભાજપ પાસે બહુમત હતું તો રિઝલ્ટ આવ્યાના 24 કલાકમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કેમ ન કર્યો. હાલ અમે એકેય પ્રકારના ગઠબંધન પર વિચાર કર્યો નથી. હાલ ભાજપને સરકાર બનાવવાનું નિમંત્રણ આપવામાં આવ્યું છે તો અમે અમારા સંસ્કારોના હિસાબે તેમને શઉભકામનાઓ આપીએ છીએ. મને નથી લાગતું લાગી રહ્યું કે સરકાર બનાવવા માટે ભાજપ બહુમત મેળવી શકશે.

કોંગ્રેસના ધારાસભ્યો જયપુર પહોંચ્યા

કોંગ્રેસના ધારાસભ્યો જયપુર પહોંચ્યા

મહારાષ્ટ્રના મોટાભાગના કોંગ્રેસી ધારાસભ્યો જયપુર પહોંચી ચૂક્યા છે. મલ્લિકાર્જુન ખડગેએ તેમની સાથે બેઠક કરી. મુંબઈની હોટલ રિટ્રીટમાં ઉદ્ધવ ઠાકરે શિવસેનાના 56 ધારાસભ્યો સાથે બેઠક કરી. શરદ પવારની પાર્ટી રાકાંપાએ પણ સરકાર બનાવવા માટે શિવસેના સાથે આવવાના સંકેત આપ્યા છે. પાર્ટીએ રાજનૈતિક સ્થિતિ પર ચર્ચા માટે 12 નવેમ્બરે ધારાસભ્યોની બેઠક બોલાવી છે.

CM ફડણવીસના ઘરે થઈ BJPની કોર ગ્રુપની બેઠક, રાજ્યપાલ સાથે ફરી કરશે મુલાકાતCM ફડણવીસના ઘરે થઈ BJPની કોર ગ્રુપની બેઠક, રાજ્યપાલ સાથે ફરી કરશે મુલાકાત

English summary
we will not form government in maharashtra says chandrakant patil
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X