વડાપ્રધાન મોદીને મોકલીશું જલેબી, ભાજપ ઉજવણી કરવામાં ઉતાવળ ના કરે

haryana assembly election 2024: જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે મતગણતરી બાદ જાહેર કરવામાં આવશે. આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ બંને મત ગણતરીને લઈને ભારે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.

સવારે 8 વાગ્યાથી મતગણતરી ચાલુ છે. શરૂઆતના વલણમાં કોંગ્રેસ બંને રાજ્યોમાં આગળ હતી. જ્યારે 11 કલાક બાદ હરિયાણામાં ભાજપે લીડ મેળવી છે.

હરિયાણામાં ટેબલો પલટાઈ રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે. શરૂઆતના વલણોમાં પાછળ રહ્યા બાદ ભાજપે અચાનક લીડ બનાવી છે. કુલ 90 બેઠકોમાંથી ભાજપ 48 બેઠકો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ 34 બેઠકો પર આગળ છે.

આ વચ્ચે પણ કોંગ્રેસનો ઉત્સાહ વધતો કાયમ રહ્યો છે. આ વચ્ચે પણ કોંગ્રેસના નેતાઓના નિવેદનો સામે આવવા લાગ્યા છે.

કોંગ્રેસના પ્રવક્તા અને મીડિયા સેલના વડા પવન ખેડાએ હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણો જોયા બાદ પોતાની પ્રતિક્રિયા આપી છે.

haryana assembly election 2024

પવન ખેડાએ કહ્યું છે કે, તેઓ વડાપ્રધાન મોદીને જલેબી મોકલશે. અમને વિશ્વાસ છે કે અમને સમગ્ર દિવસ દરમિયાન લાડુ અને જલેબી ખાવા મળશે, અમે વડાપ્રધાન મોદીને પણ જલેબી મોકલવા જઈ રહ્યા છીએ. અમને વિશ્વાસ છે કે અમે જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે, સવારે 9 વાગ્યા સુધીના ટ્રેન્ડમાં કોંગ્રેસ હરિયાણામાં 60થી વધુ સીટો જીતતી જોવા મળી રહી છે. જોકે, બંને પક્ષો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં ઘણા ઉતાર-ચઢાવ પણ જોવા મળી રહ્યા છે.

બીજી તરફ, જમ્મુ-કાશ્મીરમાં 90 બેઠકો માટે ચાલી રહેલી મતગણતરીમાં, કોંગ્રેસ ગઠબંધન પ્રારંભિક વલણોમાં 40 થી વધુ બેઠકો પર આગળ છે. જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ પછી ચૂંટણી થઈ રહી છે, તેથી બધાની નજર જમ્મુ-કાશ્મીર પર પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X