Tripura Assembly Elections 2023 : કોંગ્રેસ-લેફ્ટને અમિત શાહનો જવાબ, બપોર પહેલા ત્રિપુરામાં લહેરાવીશું ભગવો

Tripura Assembly Elections 2023 : અમિત શાહે જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને કમ્યુનિસ્ટ પાર્ટી ત્રિપુરામાં હારના ડરથી એકસાથે આવ્યા છે, પરંતુ બહુમતી મેળવીને BJP ફરીથી ત્યાં સરકાર બનાવશે.

Tripura Assembly Elections 2023 : ત્રિપુરામાં વિધાનસભાની ચૂંટણીના મહોલ વચ્ચે અમિત શાહના એક નિવેદનને કારણે રાજકીય ગરમાવો આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ન્યુઝ એજન્સી એએનઆઇને આપેલા ઇન્ટરવ્યું દરમિયાન જણાવ્યું હતું કે, 2 માર્ચના રોજ જ્યારે ત્રિપુરા વિધાનસભાનું પરિણામ બાર વાગ્યા પહેલા જ જાહેર થઇ જશે અને તેમાં ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ બહુમતિ પણ મળી ગઇ હશે.

Tripura Assembly Elections 2023

ઉલ્લેખનીય છે કે, અમિત શાહનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે કોંગ્રેસ અને ડાબેરી ગઠબંધન દાવો કરી રહ્યા છે કે, આ વખતે ત્રિપુરામાંથી ભાજપ સરકારની વિદાય નિશ્ચિત છે.

અમે ફરી એકવાર ત્રિપુરામાં સરકાર બનાવીશું : અમિત શાહ

અમે ફરી એકવાર ત્રિપુરામાં સરકાર બનાવીશું : અમિત શાહ

ત્રિપુરા વિધાનસભાની ચૂંટણી અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં અમિત શાહે જણાવ્યું કે, ત્રિપુરામાં અમારી સીટો વધશે અને અમારો વોટ શેર પણ વધશે. કોંગ્રેસ અને કમ્યુનિસ્ટ પાર્ટી આ ચૂંટણીમાં એટલા માટે જ સાથે આવ્યા છે. કારણ કે, તેઓએ સ્વીકાર્યું છે કે, તેઓ એકલા લડીને ભાજપને હરાવી શકશે નહીં, પરંતુ હું પૂરા વિશ્વાસ સાથે કહું છું કે, મતગણતરીનાં દિવસે બપોરે 12 કલાક પહેલા ભાજપને સંપૂર્ણ બહુમતી મળી ગઈ હશે અને અમે ફરી એકવાર રાજ્યમાં સરકાર બનાવીશું.

2024ની લોકસભા ચૂંટણી પર અમિત શાહે શું કહ્યું?

2024ની લોકસભા ચૂંટણી પર અમિત શાહે શું કહ્યું?

આવા સમયે 2024ની લોકસભા ચૂંટણીને લઈને અમિત શાહે જણાવ્યું હતું કે, 'હું માનું છું કે આવનારી લોકસભા ચૂંટણીમાં કોઈ પક્ષ અમારી સાથે સ્પર્ધામાં નથી. દેશની જનતા ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે પૂરા વિશ્વાસ અને દિલથી છે.

જેપી નડ્ડા નાગાલેન્ડમાં મેનિફેસ્ટો જાહેર કરશે

જેપી નડ્ડા નાગાલેન્ડમાં મેનિફેસ્ટો જાહેર કરશે

ઉલ્લેખનીય છે કે ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ અંતર્ગત ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા આજે નાગાલેન્ડ પહોંચી રહ્યા છે. જેપી નડ્ડા આજે નાગાલેન્ડ ચૂંટણી માટે પાર્ટીનોમેનિફેસ્ટો જાહેર કરશે.

નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. મેઘાલય માટે ભાજપનો ઘોષણા પત્ર 15ફેબ્રુઆરીએ જાહેર થશે. આ અગાઉ 9 ફેબ્રુઆરીના રોજ જેપી નડ્ડાએ ત્રિપુરા વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો ઢંઢેરો જાહેર કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X