For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વધુ માસ્ક પહેરવાથી થઈ શકે છે મોઢાની સમસ્યા, જાણો કેવી રીતે કરશો બચાવ

લેટેસ્ટ રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે લાંબા સમય સુધી માસ્કનો ઉપયોગ કરવાથી તમને મોઢાની બિમારી થઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આખી દુનિયા હાલમાં કોરોના મહામારી સામે લડી રહી છે. કોરોના સંક્રમણથી બચવા માટે સૌથી મહત્વની વસ્તુ માસ્ક છે. સરકાર અને આરોગ્ય વિભાગથી સતત લોકોને અપીલ કરવામાં આવે છે કે તે સંક્રમણથી બચવા માટે માસ્કનો ઉપયોગ જરૂર કરે. પરંતુ લેટેસ્ટ રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે લાંબા સમય સુધી માસ્કનો ઉપયોગ કરવાથી તમને મોઢાની બિમારી થઈ શકે છે. ડૉક્ટર વિનીતા રામચંદ્રન કે જે ડૉક્ટર એ રામચંદ્રન ડાયાબિટીઝ હોસ્પિટલના ડાયરેક્ટર પણ છે તેમનુ કહેવુ છે કે આરોગ્યકર્મી હંમેશા માસ્ક પહેરે છે ઘણી વાર તે બે માસ્ક પણ પહેરે છે પરંતુ લાંબા સમય સુધી માસ્ક પહેરવાથી તમારુ મોઢુ સૂકુ લાગવા લાગે છે અને પાણીની કમી થવા લાગે છે.

unlock

મોઢુ સૂકાવા લાગે છે

ડૉક્ટર વિનીતાએ જણાવ્યુ કે સતત માસ્ક પહેરવાથી મોઢુ સૂકાવા લાગે છે અને પાણીની કમી થઈ જાય છે જેના કારણે લોકો મોઢાથી શ્વાસ લેવા લાગે છે, વારંવાર મોઢાથી શ્વાસ લેવાના કારણે પાણીની કમી થવા લાગે છે. લોકો પૂરતી માત્રામાં પાણી પીવાનુ ભૂલી જાય છે જેના કારણે મોઢામાં માઈક્રો ઑર્ગન બનવા લાગે છે અને શ્વાસમાંથી દુર્ગંધ આવવા લાગે છે.

શ્વાસમાં દુર્ગંધની ફરિયાદ

મદ્રાસ ડેન્ટલ કૉલેજના પ્રિન્સિપાસ જી વિમલાનુ કહેવુ છે કે શ્વાસથી દુર્ગંધ ત્યારે આવે છે જ્યારે લોકો લાંબા સમય સુધી મોઢુ બંધ રાખે છે અને પોતાનો સલાઈવા એટલે કે લાળને ફેરવવાનુ ભૂલી જાય છે. જે લોકો લાંબા સમય સુધી આઈસીયુમાં રહે છે તેમને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી રહે તો દાંતમાં કીડાની બિમારી પણ થઈ શકે છે. કમ્યુનિટી એન્ડ પ્રીવેન્ટીવ ડેન્ટીસ્ટ્રીની શોધમાં જોવા મળ્યુ છે કે માસ્ક પહેરવાથી મોઢાની અંદર આરોગ્યને ખાસ ફરક પડતો નથી.

આ રીતે કરો બચાવ

જો કે સ્ટડીમાં કહેવામાં આવ્યુ છે કે દાંતને બ્રશ કરવાની આદત આનાથી થતી મુશ્કેલીઓને ઘણી હદ સુધી ખતમ કરી દે છે. ડૉક્ટર વિનીતાનુ કહેવુ છે કે આ મુશ્કેલીઓથી બચવા માટે વધુને વધુ માત્રામાં પાણી પીવુ જોઈએ અને માસ્ક પહેરવા દરમિયાન નાકથી જ શ્વાસ લેવો જોઈએ. કપડાના બનેલા માસ્કને રોજ સાફ કરવા જોઈએ જેનાથી ચામડી પર રેશીસ ના પડે અને ખીલ ન થાય.

English summary
Wearing mask for long might cause oral issues here is the remedy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X