For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Alert: પહાડી વાદીઓ બની ખતરનાક, 3-4 દિવસ ભારે વરસાદ અને ભૂસ્ખલનની ચેતવણી

જો તમે પણ મેદાની વિસ્તારોની કાળઝાળ ગરમીથી બચવા માટે પહાડી વાદીઓમાં જવાનુ વિચારી રહ્યા હોય તો અટકી જાવ. જાણો હવામાનની એલર્ટ.

|
Google Oneindia Gujarati News

શિમલાઃ જો તમે પણ મેદાની વિસ્તારોની કાળઝાળ ગરમીથી બચવા માટે પહાડી વાદીઓમાં જવાનુ વિચારી રહ્યા હોય તો અટકી જાવ. કોરોના વાયરસની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને ઘરમાં રહેવુ તો જરૂરી છે જ પરંતુ ખરાબ હવામાનના કારણે પણ અત્યારે ફરવા જવાનો પ્લાન બનાવવો તમારા માટે લાભકારી નહિ રહે. વાસ્તવમાં હવામાન વિભાગના વિશેષજ્ઞોએ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન થવાની સંભાવના વ્યક્ત કરી છે.

ધર્મશાળામાં ફાટ્યુ હતુ વાદળ

ધર્મશાળામાં ફાટ્યુ હતુ વાદળ

ગયા સોમવારે હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં વાદળ ફાટવાના કારણે ઘણા લોકોના જીવ જતા રહ્યા અને ઘણી ઘર વહી ગયા. રાજ્યમાં ઘણા દિવસથી વરસાદ થઈ રહ્યો છે જેના કારણે પહાડ પણ પોતાની જગ્યાએથી ખસી રહ્યા છે. ઘણા રસ્તાઓ પર કાટમાળ પડ્યો હોવાના કારણે વાહન વ્યવહાર પણ ઠપ્પ છે. આ દરમિયાન હવામાન વિભાગો આવનારા દિવસોમાં વરસાદ અને ભૂસ્ખલનની સંભાવના વ્યક્ત કરી છે.

આવનારા 3-4 દિવસ રાજ્ય માટે મુશ્કેલ

આવનારા 3-4 દિવસ રાજ્ય માટે મુશ્કેલ

હવામાન વિભાગે શનિવારે આગલા ત્રણ-ચાર દિવસમાં ભારે વરસાદની ભવિષ્યવાણીના કારણે હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનની ચેતવણી જાહેર કરી છે. આઈએમડીના જણાવ્યા મુજબ હવામાનની સ્થિતના નવા ડેટા અને વિવિધ વૈશ્વિક અને સ્થાનિક મૉડલનોનો અભ્યાસ કરતા એ અંગેના સંકેત મળ્યા છે કે હિમાચલ પ્રદેશના નીચાણવાળી અને મધ્યની પહાડીઓમાં હળવાથી ભારે વરસાદ સાથે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થવાની સંભાવના છે.

વરસાદના કારણે અટકી શકે છે સેવાઓ

વરસાદના કારણે અટકી શકે છે સેવાઓ

શિમલામાં હવામાન વિભાગ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા મુજબ આવનારા ત્રણ-ચાર દિવસોમાં વરસાદની ગતિવિધિ વધી શકે છે. ચેતવણી આપવામાં આવી છે કે સંભવિત હવામાનની સ્થિતિ રાષ્ટ્રીય અને રાજમાર્ગો પર ભૂસ્ખલન, નીચાણવાળા વિસ્તારોમાં પૂર, તેજ પ્રવાહ અને નદી-નાળાનુ જળ સ્તર વધી શકે છે. વરસાદથી વાહન વ્યવહાર અને અન્ય વિદ્યુત અને સંચાર ચેનલોમાં અડચણ આવી શકે છે. હવામાન વિભાગે રાજ્ય સરકારના અધિકારીઓને પૂરતી સુરક્ષા ઉપાય કરવાની સલાહ પણ આપી છે.

આ વિસ્તારોમાં થયો વરસાદ

આ વિસ્તારોમાં થયો વરસાદ

શનિવારે પણ હિમાચલ પ્રદેશમાં દિવસ દરમિયાન અલગ-અલગ સ્થળોએ વરસાદ નોંધવામાં આવ્યો. હવામાન કેન્દ્રના જણાવ્યા મુજબ શાહપુરમાં 35 મિમી, માલનમાં 29 મિમી, ગુલેર અને બાર્થિનમાં 12-12 મિમી તેમજ પિડાના, ડેલહાઉસી, ટિસોમાં 10 મિમી વરસાદ થયો. સૌથી વધુ તાપમાન ઉનામાં 38.2 ડિગ્રી સેલ્સિયસ અને સૌથી ઓછુ લાહોલ-સ્પીતિના પ્રશાસનિક કેન્દ્ર કેલાંગમાં 14.8 ડિગ્રી સેલ્સિયસ રેકૉર્ડ કરવામાં આવ્યુ.

English summary
Weather Alert: Warning issued for heavy rain and landslide in Himachal Pradesh for next 3-4 days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X