For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather: દિલ્લી-NCRમાં ગાઢ ધૂમ્મસ, મુંબઈ સહિત આ રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ

આખા ઉત્તર ભારતમાં ઠંડીઓ પોતાનુ રૌદ્ર રૂપ બતાવવુ શરૂ કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આખા ઉત્તર ભારતમાં ઠંડીઓ પોતાનુ રૌદ્ર રૂપ બતાવવુ શરૂ કરી દીધુ છે. સોમવારે દિલ્લી-એનસીઆરમાં ગાઢ ધૂમ્મસ છવાયેલુ છે જેના કાણે લોકોને અવર-જવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કારણકે ધૂમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે અને આના કારણે ટ્રાફિક ઘણો સ્લો ગતિએ આગળ વધી રહ્યો છે. માત્ર દિલ્લી જ નહિ આખા ઉત્તર ભારતમાં ઠંડી વધી ગઈ છે અને દેશના ઘણા રાજ્યોમાં ગાઢ ધૂમ્મસ છવાયેલુ છે જેના કારણે ઘણા ટ્રેનો પોતાના નિર્ધારિત સમયથી ઘણી લેટ ચાલી રહી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વધી ઠંડી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વધી ઠંડી

તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં વરસાદ થયો જેના કારણે એકદમ તાપમાનમાં ઘટાડો આવ્યો છે. હવામાન વિભાગનુ કહેવુ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સા કારણે આવુ થયુ. આવનારા દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થશે અને રાજધાની સહિત દેશના ઘણા સ્થળોએ ગાઢ ધૂમ્મસ જોવા મળશે.

મુંબઈ સહિત આ રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ

મુંબઈ સહિત આ રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ

વળી, મુંબઈ સહિત દેશના ઘણા રાજ્યોમાં આજે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે કહ્યુ છે કે આવતા 24 કલાકમાં મુંબઈ, ઠાણે, રાયગઢ, વસઈ-વિરાર, મધ્ય પ્રદેશના અમુક ભાગો અને પશ્ચિમી તટના અમુક ભાગોમાં વરસાદની સંભાવના છે. વળી, સાંજ સુધી વરસાદની તીવ્રતા ઘટી જશે પરંતુ વાદળો છવાયેલા રહેશે અને દ્રશ્યતા ઓછી રહેશે. વળી, પંજાબ, હરિયાણા, ઝારખંડ અને બિહારમાં ભારે વરસાદ સંભવ છે જેના કારણે ઠંડીમાં વધારો થશે. ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ અને પિથોરાગઢમાં વરસાદથી પારો ગગડી ગયો છે જ્યાં આજે પણ વરસાદ સંભવ છે.

ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમમાં પારો શૂન્યની નીચે

ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમમાં પારો શૂન્યની નીચે

તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં પારો શૂન્યની નીચે જઈ ચૂક્યો છે. પહાડો પર હિમવર્ષા ચાલુ છે. વિભાગે કહ્યુ છે કે આવતા 24 કલાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશમાં પણ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. જે બાદ ઠંડીમાં વધારો થશે અને ઠાર વધશે. બિહાર, ઝારખંડ, યુપી, પંજાબ, હરિયાણા, એમપી, છત્તીસગઢમાં આજથી લઈને 16 ડિસેમ્બર વચ્ચે વરસાદ થઈ શકે છે. વળી, તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશમાં આવતા બે દિવસ વાદળ વરસશે. રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં આજે વરસાદ થઈ શકે છે.

સૂર્ય ગ્રહણ 2020: આજના ગ્રહણને કેમ કહેવાઈ રહ્યુ છે ખંડગ્રાસ?સૂર્ય ગ્રહણ 2020: આજના ગ્રહણને કેમ કહેવાઈ રહ્યુ છે ખંડગ્રાસ?

English summary
Weather: Dense fog in north India, rain alert in these states
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X