
Weather Forecast : 22 ફેબ્રુઆરી સુધીમાં ઘણા રાજ્યોમાં વરસાદની આગાહી
Weather Forecast : ઉત્તર ભારતમાં હજૂ પણ હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. જો કે. શિયાળો ઓછો થયો છે, પરંતુ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 4 દિવસમાં હવામાનની પેટર્ન ઝડપથી બદલાશે અને ઘણા રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. IMDના જણાવ્યા અનુસાર, 22 ફેબ્રુઆરી સુધી દેશના ઘણા રાજ્યોમાં ભગવાન ઈન્દ્રની કૃપા થવા જઈ રહી છે. જો કે, વરસાદના કારણે લોકોને ઠંડીનો સામનો કરવો પડશે.

ઘણા રાજ્યોમાં વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આગામી 24 કલાક દરમિયાન યુપી, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડના કેટલાકવિસ્તારોમાં વરસાદની સંભાવના છે, જ્યારે દિલ્હીમાં હવામાન સ્વચ્છ રહેશે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજધાનીમાં મહત્તમ તાપમાન આજે 24 ડિગ્રી રહીશકે છે જો એમ હોય તો લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાય શકે છે.

દિલ્હીનો AQI 232 રહ્યો
આજે પણ દિલ્હીનો AQI 232 રહ્યો, જે ગંભીર શ્રેણીમાં આવે છે. જો કે, આજની હવા ગુરૂવાર કરતાં સારી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાંતેમાં સુધારો થવાની આશા છે.

ત્રણ દિવસ માટે એલર્ટ જાહેર
ખાનગી હવામાન માહિતી સંસ્થા સ્કાયમેટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તમિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ ટાપુઓમાં વરસાદની સંભાવના છે, જેનાકારણે છેલ્લા ત્રણ દિવસથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હિમાચલ અને કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં પણ બરફ પડી શકે છે, જ્યારે પૂર્વોત્તર રાજ્યોમાં પણ હળવાવરસાદની શક્યતા છે.