• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Alert: આગામી 24 કલાકમાં આ 15 રાજ્યોમાં વરસાદ થઈ શકે

|

નવી દિલ્હીઃ પોતાના અંતિમ પડાવમાં મોનસૂન દેશભરના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસી રહ્યું છે. ઉત્તર પ્રદેશ અને બિહારના મોટાભાગના વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે અને આ વિસ્તારોમાં પૂર જેવા હાલાત પેદા થઈ ગયા છે. જ્યારે દેશના દક્ષિણી ભાગોની વાત કરીએ તો ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર તમિલનાડુની ઉપર છે અને આ સિસ્ટમથી ઉત્તર આંતરિક કર્ણાટક સુધી ફેલાયેલ છે. માટે રાયલસીમા, આંતરિક કર્ણાટક, તેલંગાણા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુના કુધ ક્ષેત્રોમાં હળવાથી મધ્યમ વરસાદના અણસાર છે.

દક્ષિણ ભારતના મોટા ભાગના રાજ્યોમાં વરસાદ થઈ શકે છે

દક્ષિણ ભારતના મોટા ભાગના રાજ્યોમાં વરસાદ થઈ શકે છે

તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના તટીય ભાગોમાં એક-બે સ્થળો પર વરસાદ થઈ શકે છે. બેંગ્લોર, કોચ્ચી અને હૈદરાબાદમાં કેટલાક સ્થળોએ વરસાદ થઈ શકે છે. ચેન્નઈમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે. પૂર્વી ભારતની વાત કરીએ તો એક ચક્રવાત હવાઓનું ક્ષેત્ર બાંગ્લાદેશ અને આપાસના વિસ્તારોમાં છે અને આ પ્રણાલીથી એક ટ્રફ રેખા ગંગીય પશ્ચિમ બંગાળની આસપાસથી થઈ આંધ્ર પ્રદેશ સુધી ફેલાયેલ છે.

પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં પણ હળવો વરસાદ થઈ શકે

પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં પણ હળવો વરસાદ થઈ શકે

આ મોસમ પ્રણાલિઓને કારણે પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, ઝારખંડ અને પૂર્વોત્તર ભારતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં શુષ્ક મોસમની સાથે સિક્કિમ અને બિહારમાં વિવિધ સ્થળો પર હળવો વરસાદ થઈ શકે છે. કોલકાતા, રાંચીમાં હળવો વરસાદ થઈ શકે છે. દેશના મધ્ ભાગોમાં મધ્ય મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મરાઠવાડામાં કેટલાક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

પૂર્વી ઉત્તર પ્રદેશમાં શુષ્ક મોસમ રહેશે

પૂર્વી ઉત્તર પ્રદેશમાં શુષ્ક મોસમ રહેશે

વિદર્ભ, પશ્ચિમી મધ્ય પ્રદેશ, દક્ષિણી ગુજરાત અને દક્ષિણી પશ્ચિમ રાજસ્થાનમાં એક-બે સ્થલોએ વરસાદના અણસાર છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છનું હવામાન શુષ્ક રહેશે. જમ્મુ-કાશ્મીરમાં કેટલાક સ્થળો પર વરસાદ થઈ શકે છે, જ્યારે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ હળવો વરસાદ થઈ શકે છે. પંજાબ, દિલ્હી, હરિયાણા, ઉત્તરી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં હવામાન શુષ્ક રહેશે, પરંતુ સ્થાનીયકૃત મોસમ ગતિવિધિઓથી ઈનકાર ન કરી શકાય.

મૉબ લિંચિંગ સામે પીએમ મોદીના પત્ર લખનાર સામે FIR થતા શું બોલ્યા શ્યામ બેનેગલ

English summary
weather forecast: rain alert in bihar, hyderabad and bangalore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X