For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ વર્ષે ક્યારે આવી રહ્યુ છે ચોમાસુ? કેટલા દિવસમાં વરસશે વાદળો? જાણી લો અત્યારે

આ વર્ષે ચોમાસુ ક્યારે આવશે, વરસાદ ક્યારથી અને કેટલો પડશે એવા સવાલો તમારા મનમાં ઉઠી રહ્યા હશે. જાણો અહીં બધા સવાલનો જવાબ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આ વર્ષે માર્ચ મહિનાથી જ લોકો ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે. એવામાં લોકોની નજર હવે વરસાદ પર છે. આ વર્ષે ચોમાસુ ક્યારે આવશે, વરસાદ ક્યારથી અને કેટલો પડશે એવા સવાલો તમારા મનમાં ઉઠી રહ્યા હશે. આ સવાલોના જવાબ આપવા માટે અમે રજૂ કરી રહ્યા છે 'સ્કાઈમેટ વેધર'નો હવામાન પૂર્વાનુમાન-2022 રિપોર્ટ..

આ વર્ષે 98% વરસાદ પડશે, એટલ કે સામાન્ય

આ વર્ષે 98% વરસાદ પડશે, એટલ કે સામાન્ય

આ વર્ષે દેશમાં 98% ચોમાસાના વરસાદના અણસાર છે કે જે સામાન્ય સ્થિતિ હશે. જો કે, પ્રચંડ ગરમીની અસરને જોતા અમુક લોકોને લાગે છે કે ગયા વર્ષની સરખામણીમાં વરસાદ ઓછો થઈ શકે છે. સ્કાઈમેટ વેધરના એક્સપર્ટસના જણાવ્યા મુજબ 4 મહિના જૂન-જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બરનો સરેરાશ વરસાદ 880.6 Mmની સરખામણીમાં 2022માં 98% વરસાદની સંભાવના છે(એરર માર્જીન +/_ 5%). 21 ફેબ્રુઆરી, 2022ના રોજ જાહેર કરેલ પોતાના પ્રારંભિક પૂર્વાનુમાનમાં સ્કાઈમેટે મોનસુન 2022 સામાન્ય હોવાનુ આકલન કર્યુ હતુ અને હવે તેને સમાન બનાવી રાખ્યુ છે, સામાન્ય વરસાદનો પ્રસાર LPAના 96-104% છે.

અલ નીનોના પ્રભાવથી બચી શકાશે?

અલ નીનોના પ્રભાવથી બચી શકાશે?

સ્કાઈમેટના સીઈઓ યોગેશ પાટિલના જણાવ્યા મુજબ, 'છેલ્લી 2 મોનસુન સિઝન બેક-ટુ-બેક લા નીના ઘટનાઓથી પ્રેરિત છે. આ પહેલા, લા નીના ઠંડીઓમાં ઝડપથી ઘટવા લાગી હતી પરંતુ પૂર્વના પવનો તેજ થવાથી તેની વાપસી અટકી ગઈ છે. વળી, ભારતમાં આ વખતે અલ નીનોની ઘટનાથી બચી શકાય છે, જે સામાન્ય રીતે ચોમાસાને અટકાવે છે. જો કે, ચોમાસાના સ્પંદનશીલ વ્યવહારથી અચાનક અને તીવ્ર વરસાદ થવાની આશા છે, જે અસામાન્ય રીતે લાંબા સમય સુધી દુષ્કાળ વચ્ચે થાય છે.'

દેશના રાજ્યોમાં ક્યાં-કેવી વરસાદ થશે?

દેશના રાજ્યોમાં ક્યાં-કેવી વરસાદ થશે?

ભૌગોલિક જોખમોના સંદર્ભમાં, આશા છે કે રાજસ્થાન અને ગુજરાત સાથે-સાથે પૂર્વોત્તર ક્ષેત્રના નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આખી સિઝનમાં વરસાદની કમી થવાનુ જોખમ રહેશે. આ ઉપરાંત કેરળ અને આંતરિક કર્ણાટકમાં જુલાઈ અને ઓગસ્ટના મુખ્ય ચોમાસાના મહિનામાં ઓછો વરસાદ થશે. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ, ઉત્તર ભારતના કૃષિ ક્ષેત્ર અને મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના વર્ષા આધારિત ક્ષેત્રોમાં સામાન્યથી વધુ વરસાદ થશે. સિઝનનો પહેલો ભાગ પછીના ભાગની સરખામણીમાં વધુ સારો રહેવાની આશા છે.

જૂનમાં ચોમાસાની સારી શરુઆત થશે?

જૂનમાં ચોમાસાની સારી શરુઆત થશે?

હવામાન વિશેષજ્ઞો કહી રહ્યા છે કે જૂનના શરુઆતના મહિનામાં ચોમાસાની સારી શરુઆત થવાની સંભાવના છે. સ્કાઈમેટ અનુસાર મોનસુનની સંભાવનાઓઃ

સ્કાઈમેટ વેધરઃ આ ભારતમાં એકમાત્ર ખાનગી હવામાન પૂર્વાનુમાન એજન્સી છે. વર્ષ 2003માં આની સ્થાપના કરવામાં આવી હતી. સ્કાઈમેટ વેધરના સીઈઓ કહે છે કે આ ભારતની સૌથી મોટી હવામાન નિરીક્ષણ અને કૃષિ જોખમ સમાધાન કંપની છે.

English summary
Weather Forecasts: When will Monsoon reach India in 2022? In how many days it will rain, know here
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X