Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Weather News: દેશના આ રાજ્યોમાં ભારે વરસાદને લઈ એલર્ટ જાહેર, જાણો હવામાન વિભાગની આગાહી

Weather News: સમગ્ર દેશમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી છે. દિલ્હી સહિત ઉત્તર ભારતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ કહેર બનીને વરસી રહ્યો છે. ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન જોવા મળી રહ્યું છે, જ્યારે દિલ્હી સહિત ઘણી જગ્યાએ પૂરનો ખતરો છે. હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી હતી. ભારે વરસાદ સાથે વાવાઝોડા, ગાજવીજ અને વીજળીનો ચમકારો બુધવારે પણ ચાલુ રહેશે.

Weather News

આગામી 24 કલાક ભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં એક નીચા દબાણનો વિસ્તાર બની રહ્યો છે, જેના કારણે આગામી 24 કલાકમાં ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડને વરસાદથી રાહત મળવાની શક્યતા નથી.

ભારતનું હવામાન અમુક પરિસ્થિતિઓથી પ્રભાવિત છે. હિમાલય તરફથી આવતા પવનો પોતાની અસર દર્શાવે છે. તો સમુદ્રમાંથી આવતા પવનો પણ અસર કરે છે. દક્ષિણ-પશ્ચિમ મોનસૂન તેનું મુખ્ય ઉદાહરણ છે. લા-નીના અને અલ-નીનો એવી બે સિસ્ટમ છે. જેની અસર એશિયાથી લઇને લેટિન અમેરિકા અને નોર્થ અમેરિકા સુધી જોવા મળે છે. લા-નીના પ્રભાવિત થતા મોનસૂન મજબૂત થવાની આશા વધી જાય છે. વાદળ ફાટવું અને ફ્લૈશ ફ્લડ વરસાદી સંકટ વધારે છે. હવામાન નિષ્ણાંતો ત્રણ સિસ્ટમ ગણાવી રહ્યા છે જેમાં લો-પ્રેશર સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બનનો સમાવેશ થાય છે.

ઉત્તરાખંડ-હિમાચલ પ્રદેશમાં એલર્ટ જાહેર

હિમાચલના મંડી, સિરમૌર, કાંગડા, ઉના, બિલાસપુર અને કિન્નૌર ઉપરાંત, ઉત્તરાખંડના દહેરાદૂન, પિથોરાગઢ, ઉત્તરકાશી, નૈનીતાલ, પૌરી, ગઢવાલ, ટિહરી ગઢવાલ, બાગેશ્વર, ચમોલી, રુદ્રપ્રયાગ અને ચંપાવતમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

હવામાન વિભાગે મહારાષ્ટ્ર, ગોવા સહિત કોંકણ કિનારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદનો આ સિલસિલો 5 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. 4-6 સપ્ટેમ્બરે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

યુપી-બિહારના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે અને લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરવામાં આવી છે. પશ્ચિમ યુપીમાં સહારનપુર, સંભલ, મથુરા, આગ્રા, મેરઠ, બાગપત, શામલી, બંધૌન અને ઇટાવા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.બિહારના પૂર્ણિયા, કિશનગંજ, બેગુસરાય અને કટિહારની આસપાસના જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

આજે દિલ્હી-NCRમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે રાજધાનીમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે, ત્યારબાદ વહીવટીતંત્રે દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં નર્સરીથી લઈને 12મા ધોરણ સુધીની શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X