Weather: દિલ્લી-એનસીઆરમાં જોરદાર વરસાદ, 2011 બાદ પહેલી વાર થયો આટલો વરસાદ
દેશની રાજધાની દિલ્લી સહિત એનસીઆરમાં મોડી રાતથી જોરદાર વરસાદ વરસી રહ્યો છે.
નવી દિલ્લીઃ દેશની રાજધાની દિલ્લી સહિત એનસીઆરમાં મોડી રાતથી જોરદાર વરસાદ વરસી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ(આઈએમડી)એ દિલ્લી અને તેની આસપાસના વિસ્તારો માટે શનિવારે ઑરેન્જ એલરટ જાહેર કર્યુ છે. આઈએમડી બુલેટિને 11 સપ્ટેમ્બરની સાંજ અને રાત માટે અલગ-અલગ સ્થળોએ મધ્યથી ભારે વરસાદનુ અનુમાન લગાવ્યુ છે. આઈએમડી અનુસાર દિલ્લીમાં 11 સપ્ટેમ્બરના રોજ આખો દિવસ વાદળો છવાયેલા રહેશે. દિલ્લીમાં આજે મહત્તમ તાપમાન 31 અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી રહી શકે છે. દિલ્લીમાં 12 સપ્ટેમ્બરે પણ મધ્યમ વરસાદની સંભાવના છે. વળી, 13 સપ્ટેમ્બરે પણ દિલ્લીમાં વરસાદ થશે.

વાહન વ્યવહાર પર અસર
ભારે વરસાદના કારણે રાષ્ટ્રીય રાજધાનીમાં રસ્તા પર વાહન વ્યવહાર ખોટવાયો છે. સાથે જ દૂર્ઘટનાઓની સંભાવના પણ વધી ગઈ છે. સાથે જ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ટ્રાફિક વિભાગે ઘણા રસ્તાઓને પાણી ભરાઈ જવાના કારણે બંધ કરી દેવામાં આવ્યા છે.
દિલ્લીમાં આગલા બે દિવસ થશે વરસાદ
હવામાન વિભાગે શનિવાર સવારની સ્થિતિ જોઈને પોતાના ટ્વિટમાં કહ્યુ કે આગલા બે કલાક દરમિયાન દિલ્લી-એનસીઆરમાં ઘણી જગ્યાઓ જેવી કે બહાદૂરગઢ, ગુરુગ્રામ, માનેસર, ફરીદાબાદ, બલ્લભગઢ, લોની ગામ, હિંડન વાયુ સેના સ્ટેશન, ગાઝિયાબાદ, છપરૌલા, નોઈડા, દાદરી અને ગ્રેટર નોઈડામાં મધ્યમથી ભારે વરસાદ અને પવનો ફૂંકાતા રહેશે. આ ઉપરાંત આઈએમડીએ હરિયાણાના અમુક ભાગોમાં પણ મધ્યથી ભારે વરસાદનુ અનુમાન લગાવ્યુ છે. જ્યારે ઉત્તર પ્રદેશના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ તીવ્રતાનો વરસાદ થશે.
દિલ્લીમાં 11 વર્ષો પછી થયો આટલો વરસાદ
દિલ્લીમાં આ વખતે 2011 પછી પહેલી વાર ચોમાસામાં 1000 મિમીના આંકડાથી વધુ વરસાદ થયો છે. દિલ્લીમાં શુક્રવારે સવારે 8.30 વાગ્યા સુધી સફદરગંજમાં 1005.3 મિમી વરસાદ થઈ ચૂક્યો છે. દિલ્લીમાં આ પહેલા 2010માં 1035.5 મિમી વરસાદ થયો હતો. દિલ્લીમાં 2011માં 636 મિમી વરસાદ થયો હતો. વળી, 2012માં 544 મિમી, 2013માં 876 મિમી, 2014માં 370.8 મિમી અને 2015માં 505.5 મિમી વરસાદ નોંધવામાં આવ્યો હતો.
12 વર્ષમાં સૌથી ઓછો વરસાદ ઓગસ્ટમાં
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ 12 વર્ષમાં સૌથી ઓછો વરસાદ ઓગસ્ટમાં થયો છે. ઓગસ્ટમાં આ વર્ષે 24 ટકા ઓછો વરસાદ નોંધવામાં આવ્યો છે. વિભાગનુ કહેવુ છે કે દેશમાં નબળા ચોમાસાના બે દોર દેશભરમાં 9થી 16 ઓગસ્ટ અને 23થી 27 ઓગસ્ટ વચ્ચે જોવા મળ્યા પરંતુ ઓગસ્ટ 2021માં સરેરાશ વરસાદમાં કમી જોવા મળી જે 2009થી એટલે કે છેલ્લા 12 વર્ષમાં સૌથી ઓછી નોંધવામાં આવી છે. વર્ષ 2002 પછી છેલ્લા 19 વર્ષોમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં સૌથી ઓછો વરસાદ નોંધવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
