દિલ્લીમાં ગઈ રાતે વરસાદથી લોકોને ગરમીમાં અમુક અંશે રાહત

દેશની રાજધાનીમાં લોકોને ભીષણ ગરમીથી અમુક અંશે રાહત મળી છે. ગઈ કાલે રાતે થયેલા વરસાદના કારણે દિલ્લીના તાપમાનમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે.

દેશની રાજધાનીમાં લોકોને ભીષણ ગરમીથી અમુક અંશે રાહત મળી છે. ગઈ કાલે રાતે થયેલા વરસાદના કારણે દિલ્લીના તાપમાનમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. ગઈ રાતે દિલ્લીના અમુક વિસ્તારોમાં વરસાદ થયો જેના કારણે લોકોને ગરમીમાંથી અમુક અંશે રાહત મળી છે. આ પહેલા રવિવારે પણ દિલ્લી એનસીઆરમાં સામાન્ય વરસાદ અને આંધીના કારણે લોકોને અમુક અંશે રાહત મળી હતી. દેશના અન્ય ભાગોની વાત કરીએ તો ગરમીએ લોકોનું મુશ્કેલ બનાવી દીધુ છે.

rain

બિહારમાં ગરમીની સ્થિતિ એ છે કે છેલ્લા બે દિવસોમાં લગભગ 48 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગરમીના કહેરને તોજા બિહારની બધી સરકારી શાળાઓને 22 જૂન સુધી બંધ કરી દેવામાં આવી છે. સોમનારે ગરમીએ તમામ જગ્યાઓએ ઘણા રેકોર્ડ બનાવ્યા. ઉત્તર ભારતમાં ચાલી રહેલી લૂના કારણે લોકોનું ઘરમાંથી બહાર નીકળવુ મુશ્કેલ બની ગયુ છે. સ્કાઈટ વેધરના જણાવ્યા મુજબ સોમવારે દેશની અલગ અલગ જગ્યાઓએ નોંધવામાં આવેલ તાપમાનમાં બિહારનું હેહરી વિસ્તાર સૌથી ગરમ રહ્યો જ્યાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી નોંધવામાં આવ્યુ.

આ ઉપરાંત બિહારના પટનામાં 45 ડિગ્રી, બિહારના ગયામાં 44.4 ડિગ્રી, ઉત્તર પ્રદેશના વારાણસીમાં 44.2 ડિગ્રી, મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં 43.9 ડિગ્રી, ઝારખંડના ડાલ્ટનગંજમાં 43.8 ડિગ્રી, ઉત્તર પ્રદેશના બાંદામાં 43.2 ડિગ્રી, તેલંગાનામાં ભદ્રાચલમમાં 43.3 ડિગ્રી, હિમાચલ પ્રદેશના હમીરપુરમાં 43.2 ડિગ્રી અને મધ્યપ્રદેશના ખજૂરાહોમાં 43.2 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ. વળી, સોમવારે ઉત્તરાખંડમાં 16 જૂન એટલે કે રવિવારથી આવતા એક અઠવાડિયા સુધી પ્રી-મોન્સુન વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં 16 જૂનથી લઈને 19 જૂન સુધી ઝમઝમ વરસાદ થઈ શકે છે. વળી, 19 જૂન બાદ આ વરસાદમાં થોડો ઘટાડો થશે પરંતુ તે 2-3 દિવસો સુધી ચાલુ રહેશે. એટલે કે ચોમાસા પહેલા થનાર આ વરસાદ ગરમીથી ત્રસ્ત લોકોને અમુક સમય માટે રાહત આપી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X