For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીમાં વરસ્યા વાદળ, દેશના આ રાજ્યોમાં પણ ભારે વરસાદનુ એલર્ટ

ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં અમુક રાજ્યોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઉત્તર ભારતમાં હવામાનમાં ફેરફાર સતત ચાલુ છે. શુક્રવારે દિલ્લી-એનસીઆમાં વાદળો વરસ્યા છે જેનાથી તાપમાનમાં ઘટાડો થયો છે અને હવામાન આહલાદક થઈ ગયુ છે. ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આજે દિલ્લીમાં વરસાદના કારણે કરાવૃષ્ટિ પણ થઈ શકે છે અને સાંજ સુધી ઠંડા પવનો પણ ફૂંકાઈ શકે છે. એટલુ જ નહિ આઈએમડીએ એ પણ કહ્યુ છે કે આજે ઉત્તર પ્રદેશના ખતૌલી, બરૌત, બાગપત, શિકારપુર, ગુરુમુખેશ્વર, સિયાના, બુલંદશહર, જહાંગીરાબાદ, ખુર્જા, લોની-દેહાત, શામલી, ખેકરા, અલીગઢ, અમરોહા, દાદરી, ઈંદિરાપુરમ, ગલૌટી, જટ્ટારીમાં ભારે વરસાદ થવાના અણસાર છે માટે તેમણે અહીં એલર્ટ જાહેર કર્યુ છે.

દિલ્લીમાં વરસ્યા વાદળ, હવામાન થયુ આહલાદક

દિલ્લીમાં વરસ્યા વાદળ, હવામાન થયુ આહલાદક

વિભાગે પહેલા જ કહ્યુ હતુ કે હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે માટે ઘણા સ્થળોએ ભારે વરસાદ અને તોફાનના અણસાર છે માટે તેમણે ત્રણ દિવસ માટે રાજસ્થાનના કોટા, અજમેર, જયપુર, ભરતપુર અને બીકાનેરમાં આંધી-તોફાનનુ એલર્ટ જાહેર કર્યુ હતુ. વિભાગે કહ્યુ કે હવામાનમાં ચડાવ-ઉતાર રવિવાર સુધી ચાલુ રહેશે. એટલુ જ નહિ આઈએમડીએ હરિયાણાના રોહતક, ગન્નોર, ગોહાના, સોનીપત, ખરખૌદા, પાનીપતમાં ભારે વરસાદ અને કરાવૃષ્ટિની સંભાવના વ્યક્ત કરી છે.

આજે દિલ્લીમાં AQI 280 રહ્યુ

આજે દિલ્લીમાં AQI 280 રહ્યુ

વિભાગે કહ્યુ છે કે દિલ્લીમાં માર્ચમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે. વળી, પ્રદૂષણ પણ વધવાના અણસાર છે. આજે પણ સવારે દિલ્લીની એરક્વૉલિટી ઘણી ખરાબ રહી છે. સિસ્ટમ ઑફ એર ક્વૉલિટી એન્ડ વેધર એટલે કે સફરના જણાવ્યા મુજબ આજે દિલ્લીમાં AQI 280 રહ્યુ કે જે ઘણુ ખરાબ શ્રેણીમાં આવે છે.

કરાવૃષ્ટિની પણ સંભાવના

કરાવૃષ્ટિની પણ સંભાવના

આ ઉપરાંત હવામાન વિભાગે કહ્યુ છે કે 13 માર્ચ 2021 સુધી ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને ઓરિસ્સામાં હળવો વરસાદ થઈ શકે છે. વળી, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, તટીય કર્ણાટક અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના અમુક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. વળી, ક્યાંક કરાવૃષ્ટિની પણ સંભાવના છે.

મમતા બેનર્જી પર થયેલ કથિત હુમલા પહેલાનો વીડિયો આવ્યો સામેમમતા બેનર્જી પર થયેલ કથિત હુમલા પહેલાનો વીડિયો આવ્યો સામે

English summary
Weather: Rainfall in Delhi Friday morning, Thunderstorm expected in these states.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X