Weather Update: બર્ફીલા પવનોથી ફરી ઠંડીનો ચમકારો, રાજસ્થાનના ફતેહપુરમાં પારો શૂન્ય નજીક, IMDએ જાહેર કર્યુ એલર્

પહાડી પ્રદેશોમાં ચાલી રહેલી હિમવર્ષા અને વરસાદના કારણે સમગ્ર ઉત્તર ભારતમાં ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આવો જાણીએ હવામાનની લેટેસ્ટ અપડેટ.

Weather Update: પહાડી ક્ષેત્રોમાં થઈ રહેલ હિમવર્ષા અને વરસાદના કારણે એક વાર ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. બર્ફીલા પવનોના કારણે રાજધાની દિલ્લી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં લોકોને ઠંડીને અનુભવ થઈ રહ્યો છે. વળી, ભારતીય હવામાન વિભાગે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા માટે એલર્ટ જાહેર કર્યુ છે અને વરસાદની પણ સંભાવના વ્યક્ત કરી છે.

દિલ્લીમાં તાપમાન ઘટ્યુ

દિલ્લીમાં તાપમાન ઘટ્યુ

ઉત્તર ભારતમાં ચાલી રહેલા ઠંડા પવનોના કારણે રાજધાની દિલ્લીમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી બે ડિગ્રી ઘટીને 8.7 ડિગ્રી નોંધવામાં આવ્યુ. રવિવારે દિલ્લીનુ તાપમાન સામાન્યથી એક ડિગ્રી ઓછુ 9.8 નોંધવામાં આવ્યુ હતુ. હવામાન વિજ્ઞાનના જણાવ્યા મુજબ આજે મંગળવારે પણ બર્ફીલી હવાઓનુ અનુમાન છે. જેના કારણે તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે.

રાજસ્થાનના ફતેહપુરમાં પારો શૂન્ય નજીક

રાજસ્થાનના ફતેહપુરમાં પારો શૂન્ય નજીક

પર્વતીય પ્રદેશોની હિમવર્ષા અને ઠંડા પવનોના કારણે રાજસ્થાનમાં પણ ઠંડી વધી ગઈ છે. જેના કારણે પારો 5 ડિગ્રી સુધી ગગડી ગયો છે. સીકરના ફતેહપુરનુ તાપમાન ફરીથી શૂન્ય નજીક પહોંચી ગયુ છે. હનુમાનગઢ, કરૌલી, ચુરુ, બીકાનેરમાં પારો 5 ડિગ્રીથી નીચે પહોંચી ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ ઠંડા પવનોની અસર 14 ફેબ્રુઆરી એટલે કે આજે રહેશે. ત્યારબાદ 15 ફેબ્રુઆરીથી એક નવુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેનાથી આ ઠંડા પવનો બંધ થઈ જશે અને પછી ઠંડી ઘટશે.

પાંચ દિવસ માટે વરસાદની ચેતવણી

પાંચ દિવસ માટે વરસાદની ચેતવણી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગલા ત્રણ દિવસમાં મોટાભાગના રાજ્યોમાં હવામાનમાં થોડો ફેરફાર થશે પરંતુ પહાડી રાજ્યોમાં વરસાદનો દોર યથાવત રહેશે. હવામાન વિભાગે અરુણાચલ પ્રદેશમાં પાંચ દિવસ માટે વરસાદની ચેતવણી જાહેર કરી છે અને તોફાનની પણ સંભાવના છે. જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ છે. અહીંના ઠંડા પવનોના લીધે સમગ્ર ઉત્તર ભારતમાં હવામાનમાં પલટો આવ્યો છે અને શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે.

ઠંડા પવનો માટે એલર્ટ

ઠંડા પવનો માટે એલર્ટ

પંજાબ અને હરિયાણામાં તાપમાન સામાન્યથી બે ડિગ્રી ઓછુ 7.1 નોંધવામાં આવ્યુ. ઉત્તર પ્રદેશમાં પણ બર્ફીલા ઠંડા પવનોના કારણે તાપમાનમાં ઘટાડો થતા લોકો ઠંડીમાં ઠુઠવાઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે ઉત્તર પ્રદેશમાં હવામાન સાફ રહેશે પરંતુ ઠંડા પવનોના કારણે તાપમાન હજુ થોડો ઘટાડો થઈ શકે છે. બિહારમાં પણ પટના ઉપરાંત ઘણા જિલ્લાઓમાં ઠંડી વધી છે. અહીં ઠંડા પવનો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X