Weather Update : ગુજરાત સહિત આ રાજ્યોમાં રહેશે કોલ્ડ વેવ, વરસાદની આગાહી
Weather Update : હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઠંડીથી કોઈ રાહત નથી. જોકે, તેમણે કહ્યું કે 18 જાન્યુઆરીથી તાપમાનમાં વધારો થશે. પરંતુ 23 અને 24 જાન્યુઆરીએ વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.
Weather Update : પશ્ચિમ વિક્ષોભને કારણે ઠંડીમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જે કારણે ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ઠંડીના કારણે લોકોના જનજીવન પર માઠી અસર વર્તાઇ રહી છે. આ વચ્ચે ભારતીય હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આરકે જેનામાની દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા સહિત દિલ્હીમાં કોલ્ડ વેવ યથાવત રહેશે.

પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં 23 અને 24 જાન્યુઆરીના રોજ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જે બાદ 18 જાન્યુઆરીથી તાપમાનમાં વધારો થશે. રાજસ્થાન અને હરિયાણામાં ઓરેન્જ એલર્ટ અને દિલ્હીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજૂ સુધી ઠંડીમાંથી કોઈ રાહત મળી નથી. જોકે, 18 જાન્યુઆરીથી તાપમાનમાં વધારો થશે, પરંતુ 23 અને 24 જાન્યુઆરીએ વરસાદને કારણે તાપમાનમાં ફરીથી ઘટાડો થઈ શકે છે. આ દરમિયાન ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસ રહેશે. દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં ગાઢ ધુમ્મસ રહે તેવી સંભાવના છે.
આ પહેલા સ્કાયમેટ વેધરના વાઇસ પ્રેસિડેન્ટ મહેશ પલાવતે જણાવ્યું હતું કે, હાલમાં સૂર્ય બહાર આવી રહ્યો છે, પરંતુ તેમ છતાં, તાપમાનમાં ઘટાડો યથાવત છે. 16 થી 18 જાન્યુઆરી વચ્ચે હજૂ વધુ ઠંડી પડવાની આશંકા છે. આગામી દિવસોમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે. દિલ્હીમાં 20 જાન્યુઆરી બાદ ઠંડીથી રાહત મળવાની છે. આ પછી દિલ્હીની હવામાં ભેજનું પ્રમાણ ઘટવા લાગશે.
બીજી તરફ IMDની આગાહીના કારણે લોકોમાં ભયનો માહોલ વધી ગયો છે. હવે કડકડતી ઠંડી પડી શકે છે. જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાના કારણે દિલ્હીને અડીને આવેલા રાજ્યોમાં ઠંડી વધુ વધી શકે છે. રાજસ્થાનના બિકાનેર, જયપુર, અજમેરના મોટાભાગના વિસ્તારોમાં શીત લહેર આવવાની સંભાવના છે.












Click it and Unblock the Notifications
