Weather Update: ભીષણ ગરમી અને લૂનો પ્રકોપ યથાવત, તાપમાન 48 ડિગ્રી, IMDએ જણાવ્યુ ક્યારે મળશે રાહત
Weather Update: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, હરિયાણા, યુપી, બિહાર સહિત દેશના મોટાભાગના રાજ્યો ભારે ગરમી અને હીટ વેવની ઝપેટમાં છે. દિવસ દરમિયાન મહત્તમ સરેરાશ તાપમાન 48 થી 50 ડિગ્રી વચ્ચે રહે છે. આવી સ્થિતિમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. સૂર્ય ઉગlતા સાથે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે.
શાળાઓમાં ઉનાળાની રજાઓ પુરી થઈ ગઈ છે, પરંતુ કાળઝાળ ગરમી વચ્ચે લોકો ટૂર પ્લાનને લઈને પણ પરેશાન છે. આવી સ્થિતિમાં, ભારતીય હવામાન વિભાગે આ સ્થિતિ ક્યાં સુધી ચાલુ રહેશે તે અંગે નવીનતમ અપડેટ આપી છે.

આ દિવસોમાં મધ્યપ્રદેશ અને યુપીના બુંદેલખંડમાં આગ વરસી રહી છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાનથી લઈને બિહાર સુધીના ઉત્તર ભારતના તમામ રાજ્યો તીવ્ર હીટવેવની ઝપેટમાં છે. તાપમાનની વાત કરીએ તો પ્રયાગરાજ, લખનૌ, અલીગઢ, આગ્રા, કાનપુર, મહોબા સહિત ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસને પાર કરી રહ્યું છે.
તાજેતરમાં લેવામાં આવેલી સેટેલાઇટ તસવીરોને લઈને હવામાન વિભાગે મોટો દાવો કર્યો છે. સેટેલાઇટ તસવીરો લેતા દાવો કરવામાં આવ્યો હતો કે ઉત્તર-પૂર્વ ઉત્તર પ્રદેશ, દક્ષિણ-પૂર્વ બિહાર, પૂર્વ ઝારખંડ, આંતરિક ઓડિશા અને આજુબાજુના છત્તીસગઢ, દક્ષિણ આંતરિક કર્ણાટક, કેરળમાં કેટલાક સ્થળોએ ગાજવીજ, વીજળી અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ થયો હતો.
આ દરમિયાન રાહતની વાત એ છે કે ચોમાસું ગુરુવારે કેરળ પહોંચી ગયું છે. આ સાથે અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, મણિપુર અને આસામમાં પણ ચોમાસું પ્રવેશ્યું છે. ચોમાસું 27 જૂન સુધીમાં દિલ્હીમાં આવવાની સંભાવના છે.
આ વખતે ચોમાસુ આગાહીના એક દિવસ પહેલા આવી ગયું છે. IMD એ 31 મે સુધીમાં કેરળ પહોંચવાની આગાહી કરી હતી. ચોમાસાના વહેલા આગમનનું કારણ રેમલ વાવાઝોડુ હોવાનું કહેવાય છે, જે 26 મેના રોજ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં ત્રાટક્યું હતું.
અગાઉ 30 મે, 2017ના રોજ, મોરા વાવાઝોડાને કારણે ચોમાસું નિર્ધારિત સમય કરતા પહેલા આવી ગયું હતું. 2023માં, ચોમાસું સાત દિવસના વિલંબ પછી 8 જૂને કેરળમાં પ્રવેશ્યું, સામાન્ય રીતે, ચોમાસું 1 જૂને કેરળમાં પ્રવેશે છે અને 5 જૂન સુધીમાં દેશના મોટા ભાગને આવરી લે છે.












Click it and Unblock the Notifications
