Weather Update: હવામાનમાં પલટો, ક્યાંક વરસાદ તો ક્યાંક હિમવર્ષા, ભોપાલમાં તૂટ્યો ગરમીનો રેકૉર્ડ
Weather Update: દેશના ઘણા રાજ્યોમાં બે દિવસમાં હવામાનમાં ઝડપી ફેરફાર જોવા મળી રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરપૂર્વમાં વરસાદની સ્થિતિ છે, ત્યારે ઉત્તર સહિત મધ્ય ભારતના ઘણા ભાગોમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે. ઉત્તરાખંડની રાજધાનીમાં છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો.
એક દાયકામાં પ્રથમ વખત માર્ચ મહિનામાં 31.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ભોપાલમાં ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. વળી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે, એમપીના પૂર્વ ભાગોમાં તાપમાનમાં ઝડપી ઘટાડો નોંધવામાં આવ્યો હતો.

ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં આજે એટલે કે શુક્રવારે હિમવર્ષા થવાની આગાહી છે. હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર ચાર હજાર મીટરથી વધુની ઉંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, બાગેશ્વર, પિથોરાગઢ, ટિહરી અને પૌરી જિલ્લા સહિત દેહરાદૂનના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. IMD એ આ જિલ્લાઓમાં ભારે પવન, વીજળી અને કરા સાથે યલો એલર્ટ જાહેર કર્યુ છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અને હિમવર્ષા થઈ છે. ઉત્તરપૂર્વીય અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા જોવા મળી હતી.
આ ઉપરાંત પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઝારખંડ, ઓડિશા, ગંગાના તટીય વિસ્તારો અને પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઉત્તર-પૂર્વીય રાજ્યો અને ઉત્તર કર્ણાટક, કેરળ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ નોંધવામાં આવ્યો.
મધ્યપ્રદેશમાં હવામાનની સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. અહીં મંદસૌર, નીમચ, રતલામ અને દમોહ જેવા સ્થળો ગરમીની લપેટમાં છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ લાઇનને કારણે ઈન્દોર, છતરપુર, સતના, મૈહર અને રીવા જેવા શહેરો પર વાદળો મંડરાઈ રહ્યા છે. બીજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 29 માર્ચ એટલે કે આજથી અહીં સક્રિય થવાની ધારણા છે, જેના કારણે ગ્વાલિયર અને જબલપુર સહિત રાજ્યના 29 જિલ્લામાં હળવો વરસાદ થઈ શકે છે.
31 માર્ચે, સિંગરૌલી, સીધી, રીવા, મૌગંજ, સતના, શહડોલ, ઉમરિયા, ડિંડોરી, છિંદવાડા, સિવની, મંડલા, બાલાઘાટ, પન્ના, છતરપુર, મૈહર અને પરહુનામાં વાદળછાયું અને વરસાદ પડી શકે છે. આ સિવાય વિદિશા, રાજગઢ, બેતુલ, ગુના, અશોકનગર, શિવપુરી, દતિયા, સિંગરૌલી, સીધી, રીવા, મૌગંજ, સતના, ડિંડોરી, જબલપુર, નરસિંહપુર, છિંદવાડા, સિવની, મંડલા, બાલાઘાટ, પન્ના, દમોહ, સાગર, છત્તરપુર. ટીકમગઢ, નિવારી, મૈહર અને પરહુનામાં હળવો વરસાદ નોંધાય તેવી શક્યતા છે.
આઈએમડીની તાજેતરની આગાહી અનુસાર, 29 અને 30 માર્ચ, 2024ના રોજ વિદર્ભમાં વિવિધ સ્થળોએ ગરમીની લહેર આવવાની સંભાવના છે. આ ઉપરાંત, 28-31 માર્ચ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદ/તોફાન પ્રવૃત્તિની સંભાવના છે.
29 અને 30 માર્ચ, 2024ના રોજ પશ્ચિમ હિમાલયના પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. 28 માર્ચ, 2024ના રોજ પશ્ચિમ મધ્ય પ્રદેશમાં વિવિધ સ્થળોએ હીટવેવ આવવાની સંભાવના છે.












Click it and Unblock the Notifications
