Weather Update: હવે ગરમી વરસાવશે કહેર, અમુક રાજ્યોમાં વરસાદની સંભાવના
Weather Update: દેશમાં છેલ્લા અમુક દિવસોથી વરસી રહેલા કમોસમી વરસાદે હવે વિરામ લીધો છે. જે બાદ હવે આવનારા દિવસોમાં ભારતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવનારા પાંચ દિવસો દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન બેથી ચાર ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. જો કે, ઘણા રાજ્યોમં વરસાદની પણ સંભાવના છે.

આઈએમડીના જણાવ્યા મુજબ 9 એપ્રિલના રોજ વરસાદ થશે. વળી, 11 એપ્રિલના રોજ વરસાદ સાથે 30-40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. જેના પરિણામે 3 દિવસ સુધી તાપમાનમાં સામાન્ય ઘટાડો થશે. ત્યારબાદ પારો ઉંચકાશે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ આગલા 2-3 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાઈમેટ વેધરના જણાવ્યા મુજબ આવતા 24 કલાકમાં તેલંગાના, વિદર્ભ, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર અને કર્ણાટકના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
પૂર્વ આસામ, અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ઓડિશાના અમુક ભાગો અને કેરળમાં મધ્યમ વરસાદની સંભાવના છે. વળી, ગુજરાત અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં અમુક જગ્યાએ હળવા વરસાદની સંભાવના છે.
દિલ્લીમાં હવે હવામાન પલટાયુ છે. છેલ્લા એક-બે દિવસથી લોકો ગરમીનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ કે આગામી દિવસોમાં લોકોની મુશ્કેલીમાં વધુ વધારો થઈ શકે છે. શુક્રવારે (7 એપ્રિલ) તાપમાન વધીને 34 ડિગ્રીએ પહોંચી ગયુ હતુ.
દિલ્લીમાં સૌથી ગરમ સ્થળોએ મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી, નજફગઢમાં 35.1 ડિગ્રી, પીતમપુરામાં 35.5 ડિગ્રી અને CWG સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં 35.4 ડિગ્રી નોંધાયુ હતુ. દિલ્લીમાં 8 એપ્રિલ એટલે કે શનિવારે મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેવાની શક્યતા છે. આકાશ આંશિક વાદળછાયુ રહેશે.












Click it and Unblock the Notifications
